કબીલપોર ગામ પંચાયતની નજીક આવેલ મોતી નગર સોસાયટી પાસે જવાના મુખ્ય માર્ગ ઉપર જ કચરાનો ઢગ થઈ ગયો હતો જેની સફાઈ કરવા માટે ગામ પંચાયતનાં સફાઇકર્મિઓ છેલ્લા સાત દિવસથી ન આવતા આ કચરાને લીધી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે.

જો કે આખા કબીલપોર વિસ્તારમાં સફાઈ ન થવાનાં કારણે આ બાબતે સ્થાનિકોએ પણ ગામ પંચાયતની કામગીરી પ્રત્યે આક્રોશ ઠાલવ્યો હતો. જોકે ગામ પંચાયત દ્વારા સફાઇ કામદારો રજા પર હોય સફાઈની કામગીરી ન થઈ હોવાનું જણાવ્યું હતું.

નવસારીને અડી ને આવેલા કબીલપોર ગામમાં દિવાળીનાં પર્વ દરમ્યાન ગામ પંચાયતનાં સફાઈ કામદારોની પણ રજા હોય આખા કબીલપોરમાં કચરાનાં ઢગ જોવા મળતા સ્થાનિકોમાં આક્રોશની લાગણી વ્યાપી છે.

જેમાં હાલમાં મોતી નગર સોસાયટી ખાતે પણ સોસાયટીનાં જવાના રસ્તા ઉપર કચરાનાં ઢગ જોવા મળતા આવતા જતા લોકોમાં ગામ પંચાયતની સફાઈ અંગેની કામગીરી પ્રત્યે આક્રોશ જોવા મળતો હતો અને ગામ પંચાયત દ્વારા કેમ સફાઈ ન કરાવાઈ તે અંગે નો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો હતો !જો કે ગામ પંચાયતનાં હોદેદારો એ જણાવ્યું કે દિવાળી પર્વ દરમિયાન સફાઈકર્મીઓ રજા ઉપર ગયા હોય સફાઈ થઇ શકી ન હતી હવે થઈ જશે તેમ જણાવ્યું હતું.

જો કે ગામ પંચાયત દ્વારા અમુક વિસ્તારો માં કચરો લેવા રેગ્યુલર તો અમુક વિસ્તારોમાં બે થી ત્રણ દિવસે જતા હોવાનો આક્ષેપ પણ કબીલપોર યુવાન સભ્યોએ કર્યો હતો. જોકે, આજ થી સફાઈ કર્મીઓ આવી જતા સફાઈનું કામ શરુ થયું હોવાની વિગતો પણ સાંપડી છે.

હવે પછી થી ફરિયાદ ન આવશે
દિવાળીની રજા માં સફાઈકર્મીઓ રજા ઉપર ગયા હોય તેઓની ગેરહાજરીમાં સફાઈ ન થઈ હતી આજ થી કચેરી રાબેતા મુજબ ચાલુ થઈ હોય અને સફાઇનું કામ શરુ થયું છે હવે પછીથી ફરિયાદ ન આવશે. - મહેશ ચેતનાની, અધ્યક્ષ, સફાઈ કમિટી, કબીલપોર

કામદારો રજા પર અને કબીલપોરમાં મુખ્ય માર્ગ પર કચરો

Share Your Views In Comments Below