નવસારી જીલ્લામાં હેન્ડપંપ રેપેરીંગનો કોન્ટ્રાક્ટ અપાયેલો છે અને તેઓ દ્વારા મોટું કૌભાંડ આચરાઈ રહ્યાની વાત બહાર આવી રહી છે, ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારી અનિલ વાણી આ અંગે તપાસ કરીને કસૂરવારોને સજા કરશે ખરા?

નવસારી જીલ્લામાં હવે હેન્ડપંપ સુધારવા માટેના કામો નીકળ્યા છે, ત્યારે તેમાં પણ તંત્રની મીલીભગતમાં કમાઈ લેવાનું કોન્ટ્રાકટરો ચૂકતા નથી. અધિકારીઓનાં આશીર્વાદ વિના કૌભાંડ થઈ શકે નહીં એ વાત પણ એટલી જ સાચી છે. કોન્ટ્રાકટરોના લીલાચારાથી અધિકારીઓએ એટલા દબાઈ ગયેલા લાગે છે કે કોન્ટ્રાકટરો મનામાની કરવામાં જરાય પાછું ફરીને જોતાં નથી.

આ સ્મારકામનું કામ વાંસદા તાલુકાનાં કોઈ કોન્ટ્રાકટરને સોંપાયું છે. આ કોન્ટ્રાક્ટર હેન્ડપંપ ના સમારકામ માટે જે તે ગામના સરપંચ પાસેથી કોરા કાગળ પર સહી કરાવી લઈને પોતાની મનસૂફીમાં આવે એ રીતે સમારકામની યાદી બનાવી લે છે. એ યાદીમાં બિનજરૂરી ચીજો પણ લખી દઈને મોટા પાયે કમાણી કરી રહ્યાના આક્ષેપ કેટલાક સ્વચ્છ સરપંચો કરી રહ્યા છે.

સરપંચના સહીવાળા કાગળ ઉપર કોન્ટ્રાકટરો હેન્ડપંપના સમારકામ માટેના પૂરજાની મોટી યાદી લખીને તેની ખરીદી કાગળ પર કરી લેતા હોય એ બનવા જોગ છે. સમારકામમાં કેટલી સામગ્રીની જરૂર હશે, એ તો સમારકામ કરનારા જ જાણે એ સંજોગોમાં હેન્ડપંપના બિલ સાથે હેન્ડપંપમાં એ પૂરજા નંખાયાં છે કે કેમ તેની તપાસ થાય તો કાળાધોળા બહાર આવી જાય એમ છે. જો કે ઉપલા અધિકારીઓને લાભ મળતો હોય તો જ તપાસ થઈ શકે એ સમજી શકાય એમ છે.

કેટલાક સરપંચોએ પાણી પુરવઠા અધિકારી અનિલ વાણીને ફરિયાદ કરી છે, ત્યારે જોવું રહ્યું કે હેન્ડપંપના સમારકામના કૌભાંડમાં કસુરવારો સામે પગલાં ભરાય છે કે કેમ?

હેન્ડપંપનાં સમારકામના કૌભાંડ બાબતે કોઈ ફરિયાદ નથી થઈ : પાણી પુરવઠા અધિકારી
પાણી પુરવઠા અધિકારી અનિલ વાણીને પૂછતા તેમણે જણાવ્યુ હતું કે, નવસારી જિલ્લાના જલાલપોર, નવસારી અને ગણદેવી મળી ત્રણ તાલુકાઓનો ચાર્જ મારી પાસે છે. પરંતુ આ વિસ્તારમાં હેન્ડપંપનાં સમારકામમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ હજી સુધી મારી પાસે નથી આવી. અને જો ફરિયાદ આવી હોત તો ગણતરીના દિવસોમાં જ એ ફરિયાદનો નિકાલ થઈ જતે.

નવસારી જીલ્લામાં હેન્ડપંપ સમારકામમાં લાખ્ખોનું કૌભાંડ

Share Your Views In Comments Below