નવસારીના ઝવેરી સડક ખાતે રહેતો યુવાન ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. તેની લાશ આમડપોરથી પસાર થતી પૂર્ણામાંથી ડીકમ્પોઝ હાલતમાં છ દિવસ બાદ મળી હતી.

ઝવેરી સડક મિત કોમ્પ્લેક્ષમાં રહેતા હસમુખ ઢીમ્મરે ગ્રામ્ય પોલીસ મથકે માહિતી આપતા જણાવ્યું કે તેઓ નાનાભાઈ મનીષ ઢીમ્મર (39) અને તેના પરિવાર સાથે રહે છે. મનીષ અપરણિત હતો. તેમના વિસ્તારનાં યુવાનો શિરડી જવાના હોવાથી મનીષ જનાર હતો.

પણ એક દિવસ પહેલા મનીષ તા.28 ઓક્ટોબરે બપોરે ઘરેથી નીકળી ગયો હતો અને સાંજે ઘરે આવ્યો ન હતો, શોધખોળ કરતા તે મળી આવ્યો ન હતો. 4 નવેમ્બરનાં રોજ અજાણ્યા યુવાનની લાશ આમડપોર ગામેથી ડીકમ્પોઝ મળી આવી હતી, જેના કપડા પરથી લાશ મનીષ ઢીમ્મરની હોવાનું ખુલ્યું હતું અને ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

સોશ્યલ મીડિયામાં ફોટો મુકતા ઓળખાણ થઈ
મૃતક મનીષ ઢીમ્મર ઘરે ન આવતા તેના પરિવારજનોએ તેનો ફોટો અને વર્ણનની વિગતો મૂકી હતી તા.4 નવેમ્બર નાં રોજ આમડપોર ગામનાં પૂર્ણા નદી નાં પટમાંથી એક ડીસ્ક્મ્પોઝ હાલતમાં મળેલ લાશનું વર્ણન સોશ્યલ મીડિયામાં હતી તેવું જ હોય કોઈએ મનીષ નાં પરિવારને ખબર આપી હતી અને તેઓએ ઘટના સ્થળે આવીને કપડા પરથી મનીષની જ લાશ હોવાનું ખુલ્યું હતું.એમ પોલીસનાં સુત્રો એ જણાવ્યું હતું.

6 દિવસથી ગુમ નવસારીના યુવકનો મૃતદેહ પૂર્ણા નદીમાંથી મળી આવ્યો

Share Your Views In Comments Below