નવસારીનાં ઝવેરી સડક ખાતે રહેતી મહિલાએ તેનો આઈ ફોન 7 ઓએલેક્ષ ઉપર વેચાણ અર્થે મુક્યો હતો, જેને એક ઇસમે રૂ.43 હજારમાં ખરીદ કર્યો હતો અને ત્યારબાદ તેનાં પતિનાં બેંક ખાતામાં નાણા જમા કરવાનો વાયદો કર્યો હતો પરંતુ પાંચ માસ સુધી જમા ન કરાવતા 7મીને ગુરૂવારે ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

નવસારીનાં ઝવેરી સડક ખાતે રહેતી મુસ્લિમ પરીણિતાએ તેની પાસે રહેલો આઈ ફોન 7 ઓએલએક્ષ નામની વેબસાઈટ ઉપર વેચાણ અર્થે મુક્યો હતો. આ મોબાઈલ ફોન અમિત (મો.નં. 70699 15943)નામના ઇસમને પસંદ પડ્યો હતો. જેથી તેણે મોબાઈલ ઉપર તેનો સંપર્ક કર્યો હતો.

તેણે 10મી જૂન 2019એ રૂ. 43 હજારમાં ફોન વેચાણે લીધો હતો અને જણાવ્યું કે હાલમાં મારી પાસે રોકડ ન હોય તેના બેંક ખાતામાં જમા કરાવી દેશે. જેથી તેણે તેના પતિના બેંક ખાતામાં નાણાં જમા કરાવવા માટે એકાઉન્ટ નંબર સહિતની વિગતો તેને આપી હતી. અમીતે આ રકમ જમા ન કરાવતા મહિલાએ તેનો સંપર્ક કર્યો હતો પરંતુ તે યોગ્ય જવાબ ન આપી વાયદા કરતો હતો.

નવસારીમાં યુવતીને આઈફોન ઓનલાઇન વેચવાનું ભારે પડ્યું

Share Your Views In Comments Below