નવસારીમાં પશ્ચિમ વિભાગમાં આવેલા નગીન જીવણની ચાલમાં બીજા માળેથી ગુરૂવારે વહેલી સવારે સ્લેબનો પોપડો ઉખડીને તૂટી પડ્યો હતો. જોકે આ સમયે લોકોની અવરજવર ઓછી હોય સદનસીબે જાનહાનિ ટળી હતી. જોકે આ દુર્ઘટના બાદ જર્જરિત ઇમારતોના સંચાલકોને માત્ર નોટિસ આપી સંતોષ પામતી નવસારી પાલિકાની કામગીરી સામે શંકાકુશંકા થઈ રહી છે.

નવસારી નગરપાલિકા દ્વારા તાજેતરમાં મહા વાવાઝોડાને પગલે નવસારીમાં આવેલી ત્રણ જેટલી ભયજનક ઇમારતોનાં સંચાલકોને એક નોટીસ આપી હતી. ઈમારત ભયજનક હોય તાત્કાલિક ખાલી કરી સ્થળાંતર કરવા માટે 2જી નવેમ્બરે નવસારી નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ નગીન જીવણ ચાલની દિવાલ ઉપર નોટિસ ચોંટાડી હતી.

જેમાં જણાવ્યું કે હાલમાં મહા વાવાઝોડું આવનાર હોય તેના કારણે ભયજનક હોય નુકસાન થનાર હોય સ્થળાંતર કરવા માટે તાકિદ કરાઈ હતી. કામગીરીમાં કસુર થશે અને કોઈ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે. આ નોટિસ આપ્યાને 5 દિવસ બાદ નગીન જીવણ ચાલનાં બીજા માળેથી 7મીને ગુરૂવારે સવારે 6થી 6.30 વાગ્યાનાં અરસામાં બીજા માળેથી અચાનક સ્લેબનો પોપડો ખરી પડ્યો હતો. જોકે આ દુર્ઘટના બની ત્યારે આ સ્થળે લોકોની અવર જવર ઓછી હોવાથી જાનહાનિ ટળી હતી.

3 ભયજનક ઈમારતોને નોટિસ
નવસારી નગરપાલિકા દ્વારા મહા વાવાઝોડા વખતે ત્રણ ભયજનક ઈમારતોમાં રેલવે સ્ટેશન પાસે આવેલી નગીન જીવણ ચાલ, જલાલપોર રામજી મંદિર અને જલાલપોરના જીતુ નિવાસની ભયજનક ઈમારત હોય તેના રહીશોને તાત્કાલિક સ્થળાંતર કરવાની નોટિસ આપી હતી.

નવસારી પાલિકા આવા ઘરોને ઉતારવાની કામગીરી કરશે
આજે મકાનનો સ્લેબનો ભાગ તૂટ્યો છે તે ભયજનક હોય આ જર્જરિત મકાનને ઉતરાવવાની કામગીરી હાથ ધરાશે. હવે પછી આવા ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપી ઘર ઉતરાવવાની કામગીરી કરાશે. જો તેઓ ન કરશે તો નવસારી પાલિકા આવા ઘરોને ઉતારવાની કામગીરી કરશે. - દશરથસિંહ ગોહિલ, ચીફ ઓફિસર, નવસારી પાલિકા

નગીન જીવણ ચાલના સ્લેબના પોપડા ખરી પડ્યા, 3 ભયજનક ઈમારતોને નોટિસ

Share Your Views In Comments Below