નવસારીમાં ટાવર નજીક આવેલા બંસીધરની ઉપર ચાલતા કોલ સેન્ટર ઉપર જઈને ડાંગ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીએ સ્થાનિક પત્રકારોનો સાથ લઈને 20 લાખની ખંડણી માંગતા કોલ સેન્ટરનાં સંચાલકે આ બાબતે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે ત્રણ પત્રકારનાં બે દિવસનાં રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવસારીનાં પાર્થ જયંતિભાઈ પટેલ (રહે. F-11, વસંત વિહાર સોસાયટી, લુન્સીકૂઈ નવસારી) નવસારીમાં સયાજી રોડ પાસે આવેલા બંસીધર શોપની ઉપર બીજા માળે કોલ સેન્ટર ચલાવે છે. તેમણે નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના કોલ સેન્ટર ઉપર 17મી ઓક્ટોબરે રાત્રિનાં 1 વાગ્યાનાં અરસામાં ડાંગ ખાતે ફરજ બજવતા પોલીસકર્મી ઉમેશ મિશ્રા (રહે. નવસારી) આવ્યો હતો.

અને એમની સાથે નવસારીનાં ચાર પત્રકારો ખંભાતા, અતુલભાઈ, હાર્દિકભાઈ અને જીગ્નેશ ગાંધી અને એક ઇસમને લઈને આવ્યો હતો. તમે ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવો છો તેમ કહી પોલીસકર્મી ઉમેશ મિશ્રાએ તમારે કેસ પતાવવો હોય તો રૂ. 20 લાખ થશે તેમ કહી ખંડણી માગી હતી. બાદમાં રૂ.1.50 લાખ નક્કી કર્યા હતા.

એ પછી રૂ.25 હજારમાં પતાવટ કરી હતી.આ ઘટના અંગે કોલ સેન્ટરના સંચાલકે એસપીને અરજી કરતા નાણા પરત કર્યા હતા. 6ઠ્ઠી નવેમ્બરે એલસીબીએ ફરિયાદ નોંધાવતા 3 પત્રકારોની અટક કરી હતી. તેમને કોર્ટમાં રજુ કરતા પોલીસે રિમાન્ડની માગ કરતા જણાવ્યું કે આરોપીઓ ઓફિસમાં ધસી આવી પોતાની રીતે બધુચેક કરવા લાગ્યા હતા.

એ દરમિયાન કેમેરાના બે એસડી કાર્ડ તથા ફરિયાદીના ભાઈ અંકુર પટેલની સ્માર્ટ વોચ ગાયબ જણાઈ હતી. જેથી તેની શોધખોળ માટે આરોપીઓના રિમાન્ડની જરૂર હોવાથી પોલીસે કોર્ટમાં બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે કોર્ટે મંજૂર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કોલ સેન્ટરના સંચાલક ખંડણી કેસમાં 3 પત્રકારોના બે દિવસનાં રિમાન્ડ

Share Your Views In Comments Below