વાંસદામાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાં 25થી વધુ લોકોને કૂતરૂ કરડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ કૂતરાનો શિકાર 5થી વધુ બાળકો પણ બન્યા છે. જેને લઈ વેકેશનમાં ઘરની બહાર હરતા ફરતા બાળકો માટે પણ મોટુ જોખમ ઉભુ થયું છે. અગાઉ નવસારીમાં પણ આવી જ રીતે કૂતરાએ 6 જણાને બચકા ભરી આતંક મચાવ્યો હતો. વાંસદામાં પણ લોકોને કરડી રહેલુ કૂતરુ હડકાયુ હોવાની પૂરી સંભાવના છે.

કોટેજ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ વાંસદામાં ગુરુવારે 17થી 18 લોકોને કૂતરાએ બચકા ભરતા કોટેજ હોસ્પિટલમા સારવાર કરાવી ઇંજેક્શન મુકાવી રજા લીધી હતી. આજે ફરી હાટ બજાર ભરાતા માછીવાડ, કૃષ્ણકુંજ સોસાયટી, હનુમાનબારી સહિત વિસ્તારોમાં 10 લોકોને બચકા ભરતાં લોકોની દોડધામ વધી ગઈ હતી.

છેલ્લા 2 દિવસમાં 25થી વધુ લોકોને કૂતરાએ બચકા ભરતા લોકોએ કોટેજ હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી હતી. આ ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગતરોજ હનુમાનબારી વિસ્તારના ઓમનગર સોસાયટીમાં નાના બાળકને કૂતરો ઘસડી લઈ જતા લોકોએ બુમાબૂમ કરતા બાળકને છોડીને ભાગી ગયો હતો. છોકરાને કૂતરાના દાંત લાગતા લોહીલુહાણ થઈ ગયો હતો. જેને લઈ નગરમાં ભયનો માહોલ ફેલાયો છે. વહેલી તકે કૂતરુને ઝબ્બે કરી ભય દૂર કરે એવી લોકમાગ ઉઠી છે.

કૂતરાના બચકાનો ભોગ બનનારા
રુચિતા મહેશ (વાંસદા), વિધાતા સુનિલ (વાંસદા), સરિતા અંકિત (સરા), ભીમા ભયકા (મીંઢાબારી), હિત કનુભાઈ (વાંસદા), રોશન સંદીપ (વાંસદા), પ્રવિણ લક્ષ્મણ (વાંસદા), ઇબ્રાહિમ હમીદ (વાંસદા), પ્રવિણ ગોદરેજ (વાંસદા), નાજીયા શરીફ (વાંસદા), બિનલ સુરેશ (દોણજા), સુહાની સનમ (આંબાપાણી), મધુબન જિયા (વાંસદા), ધનકા પોસલે (મનપુર), ભીખી વસુ (લાછકડી), નીલ મુકેશ (મીંઢાબારી), હરેશ નાથુ (વાંસદા), સુમન નેમા (ખંભાલિયા), વસિકા મુકેશ (વાંસદા), દિનેશ સોમા (નવતાડ), કૃણાલ કરશન (વાંસદા), ઉમેદ ગુલસિંગ (સરા), મહેશ દેવજી (રાણી ફળિયા), સતીશ બાબુરાવ (ચીખલી), કુસુમ એમ. પટેલ (વાંસદા), સુરેશ ભીખુ (વાંસદા), સોનુ રાજેશ (વાંસદા)નો સમાવેશ થાય છે.

સામાન્યત: કૂતરા ક્યારે કરડી શકે?
સામાન્યત: કૂતરા હડકાયા થયા બાદ વધુ લોકોને કરડે છે. એક હડકાયું કૂતરુ બીજાને કરડે ત્યારે બીજા કૂતરા પણ કરડતા થઈ જાય છે. બીજુ એક કારણ તેના સંવનન પિરિયડમાં અને ત્યારબાદ પણ કરડવાની પ્રકૃતિ વધે છે. માણસ કૂતરાને છેડે તો પણ કરડી શકે છે. ડિસ્ટર્બ માઈન્ડવાળા કૂતરામાં આ પ્રકૃતિ વધુ હોય છે. - ડો. ડી.બી.ઠાકોર, તબીબ, વેટરનરી હોસ્પિટલ દાંતેજ

યોગ્ય સમયે સારવાર મેળવવી જરૂરી
વાંસદા કોટેજ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં 25થી વધુ લોકોને કૂતરાએ બચકા ભરતા ઇંજેક્શન મૂકીને સારવાર કરી હતી. લોકો માટે એક સંદેશ છે કે જ્યારે પણ કૂતરું બચકા ભરે ત્યારે તુરંત સાબુના પાણીથી ઘા સાફ કરી લેવો અને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી જવું જોઈએ. જો સારવાર લેવામાં દર્દી મોડું કરે તો હડકવાની દવા અસર કરતી નથી. - ડો. વિરેન્દ્રસિંગ, કોટેજ હોસ્પિટલ, વાંસદા

નવસારીમાં પણ 6 જણાંને કૂતરુ કરડ્યું હતું
નવસારીના દાંડીવાડ વિસ્તારમાં 16મી ઓકટોબરની આસપાસ બે દિવસ સુધી હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. આ કૂતરુ દાંડીવાડના 3 બાળકો સહિત 6 જણાંને કરડ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોએ કૂતરુને શોધીને તેને મારીને ખતરાને દૂર કર્યો હતો. જોકે આ કૂતરાનો ભોગ બનેલા તમામે હડકવાથી રક્ષણ માટે રસીકરણ કરાવવું પડ્યું હતું.

વાંસદામાં કૂતરાનો આતંક, 2 દિ'માં 25થી વધુને બચકાં ભર્યાં

Share Your Views In Comments Below