બિનસચિવાલય વર્ગ-3ની પરીક્ષામાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં સરેઆમ ચોરી થઈ હોવાનાં અહેવાલ અને કલીપ ફરતી થતા આ પરીક્ષા આપનારા અન્ય કેન્દ્રોના ઉમેદવારોને અન્યાય થશે તેમ જણાવીને તાત્કાલિક અસરથી પરીક્ષા રદ થાય તે માટે નવસારી જિલ્લાનાં ઉમેદવારોએ 'વી વોન્ટ જસ્ટીસ'નાં સુત્રોચ્ચાર સાથે અમારી મહેનતનું શું? તેમ કહીને સરકારને અરજ કરીને આ પરીક્ષા પુનઃ ચુસ્ત બંદોબસ્તમાં લેવામાં આવે તેવી માંગ સાથે અધિક કલેકટર કે. જે. રાઠોડને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં તા.17મી નવેમ્બરે સરકાર દ્વારા બિન-સચિવાલય વર્ગ 3 ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 3901 ખાલી જગ્યા માટે આશરે 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં હાલનાં પરીક્ષા આપનારા ઉમેદવારોનાં ધ્યાનમાં આવ્યું હતું કે ગુજરાતનાં અમુક જિલ્લામાં પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હતી.

આ અંગેનો વિડિયો ફૂટેજ સોશ્યલ મિડિયા અને ઇલેક્ટ્રિક મિડિયામાં બહાર આવ્યા હતા. જેને સરકારે ધ્યાને લીધું ન હતું. જેથી આ કેન્દ્રોમાં પરીક્ષા રદ કરવામાં આવે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ફરીથી પરીક્ષા લેવામાં આવે એવી નવસારીનાં 30થી વધુ ઉમેદવારોએ કલેકટરને ઉદ્દેશીને લેખિતમાં રજૂઆત કરી હતી.

3901 ખાલી જગ્યા માટે આશરે 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. નવસારીમાં આ પરીક્ષામાં 21576 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 12928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગેરરિતીની તપાસ કરાવે
તાજેતરમાં લેવાયેલ સરકારી પરીક્ષામાં થયેલી ગેરરીતિનાં ફૂટેજો સોશ્યલ મિડિયામાં ફરતા થાય છે તેના પગલે સરકાર યોગ્ય પગલાં લે. કાયદા અને સરકારનાં નિર્ણય ઉપર અમને વિશ્વાસ છે. ગેરરીતિ થઈ હોય તો પરીક્ષા પુનઃ લેવા માટે માંગ છે. - મનહર રબારી, પરીક્ષાના ઉમેદવાર

આકરા બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવાવી જોઈએ, નહિ તો આંદોલન કરીશું
નવસારીમાં પણ 12 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક કેન્દ્રોમાં ગેરરીતિનાં કિસ્સા નોંધાયા છે. ગેરરીતિ કરી વધારે માર્ક્સ લાવી પાસ થશે તો અમારી મહેનતનું શું? અમે પણ એક વર્ષથી આ પરીક્ષાની તનતોડ મહેનત કરીએ છીએ, અમારી મહેનત પાણીમાં જશે. આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી ચુસ્ત બંદોબસ્તમાં પરીક્ષા લેવાય નહિતર અમે આંદોલન કરીશું. - ભાવેશ સરવૈયા, પરીક્ષા આપનાર ઉમેદવાર

કસૂરવારને સજા થવી જોઈએ
અમે આ પરીક્ષા માટે ઘણી મહેનત કરી હતી. મારા જેવા સેંકડો વિદ્યાર્થીઓએ ઘણી મહેનત કરી છે. પરીક્ષામાં ગેરરીતિની જાણીને દુ:ખ થયું છે, ગેરરીતિની તપાસ કરાવે અને જે કસુરવાર હોય તેની સજા થવી જ જોઈએ.  સુનિલ રબારી, પરીક્ષાના ઉમેદવાર

આ છે વિદ્યાર્થીઓના આક્ષેપો
 • જે કેન્દ્રોમાં ગેરરીતિ કરવામાં આવી છે ખબર પડવા છતાં તેને સરકારે કેમ ધ્યાને ન લીધું?
 • ગીર સોમનાથ, બનાસકાંઠા જિલ્લા અને ચોટીલા જેવા કેન્દ્રોમાં ખુદ શિક્ષકો એ જ ચાલુ પરીક્ષામાં જવાબો લખાવી રહ્યા છે.
 • પાલનપુર ખાતે મોબાઈલનો ઉપયોગ કરી ગેરરીતિ આચરાઈ.
 • ભાવનગરમાં પેપર ફૂટી ગયું તેમ ચર્ચાઈ રહ્યું છે.
 • જ્યાં સીસીટીવીની સગવડ છતાં અન્ય આડકતરી રીતે ગેરરીતિનો પ્રયાસ થયો છે, જ્યાં તપાસ થાય.
 • જે તે કેન્દ્રોમાં ગેરરીતિ થઈ છે તે કેન્દ્રોની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.

નવસારીમાં બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતાં રદ થયેલી પરીક્ષા ફરી ન લેવાય તો આંદોલનની ચીમકી

Share Your Views In Comments Below