નવસારી ટાઉન પોલીસ તથા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ગઈકાલે ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. આ અભિયાન અંતર્ગત પોલીસે રૂ. 1,35,200 જેટલી રકમ દંડ તરીકે વસૂલ કરી હતી.

નવસારી ટાઉન પોલીસ તથા નવસારી જિલ્લા ટ્રાફિક શાખાની સંયુક્ત ડ્રાઈવ દરમિયાન ગઈકાલી નવસારીનાં રેલ્વે સ્ટેશન નજીકના નોયમોના ભંગ બદલ વાહનચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ઘણાં વાહનચાલકોએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરતાં પોલીસે કડક વળણ અપનાવ્યું હતું. પોલીસે સ્થળ ઉપર દંડ વસૂલાતની કામગીરી કરી હતી.

ગઈકાલે હેલ્મેટ વગર વાહન ચલાવતા 152 જેટલા વાહન ચાલકો દંડાયા હતા. જ્યારે ટીનએજના 4 કિશોરો વાહન ચલાવતા ઝડપાઈ જતાં વાહનો કબજે લઈ એમના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા. ચાલુ ગાડીએ મોબાઈલ ઉપર વાત કરતાં 14 જેટલા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો. સીટબેલ્ટ વગરના 18 જેટલા કારચાલકો દંડાયા હતા.

શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં બે ભારે વાહનોના ચાલકો વિરુદ્ધ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. હાઈવે ઉપર લેન ડ્રાઈવના ભંગ બદલ 51 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ બુધવારે ટ્રાફિક ઝુંબેશ દરમિયાન એક દિવસમાં રૂ. 1,35,200 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

8 હજારનો મેમો મળતા ચાલક બાઈક મૂકીને જતો રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો
અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીમાં ટ્રાફિક પોલીસની કામગીરી અંગે એક વિડીયો વાઈરલ થયો છે. તેમાં એવું જણાવ્યુ છે કે 290 જેટલા મેમો ફાટયા હતા અને એક વ્યક્તિને 8 હજારનો મેમો ફાટતાં પોતાની બાઈક મૂકીને જતો રહ્યો હતો. જો કે આ બાબાને ટ્રાફિક પોલીસનું સમર્થન મળ્યું ના હતું. જોકે બેએક ચાલકો માથાકૂટ કરી પાછળથી દંડ ભરી ગયા હતા

નવસારીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ એક જ દિવસમાં રૂ. 1.35 લાખનો દંડ

Share Your Views In Comments Below