વાંસદામાં ગ્રામપંચાયતના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીકેજ થતાં 13 જણાને ગુંગળામણ થતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. 32 જણાને સાવચેતીરૂપે સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.

વાંસદા ગ્રામપંચાયત સંચાલિત તળાવ પાસે આવેલી ફિલ્ટર પાણીની ટાંકી પાસે પાણી ફિલ્ટર કરવા માટે ગેસ બોટલનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે ગેસની બોટલ ગુરૂવારે સાંજે 4 કલાકે ધીરે-ધીરે લીકેજ થવા માંડતા આજુ બાજુ વિસ્તારમાં રહેતા લોકોને ગેસ લીકેજને લઈ ગૂંગળામણ થવા લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો, જેમાં 13 જેટલા લોકોને કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, 8 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા અને પાછળથી રજા અપાઈ હતી. 3 લોકો સારવાર હેઠળ છે.

અંદાજિત 32 જેટલા નજીક રહેતા લોકોને ગ્રામ પંચાયત ટાઉનહોલમાં સાવચેતીરૂપે આશરો આપી તેમના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા પંચાયત દ્વારા કરવામાં આવી હતી. આ વાતની ખબર પડતાં વાંસદા -ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે સારવાર કરાવતા લોકોની મુલાકાત લીધી હતી. એ દરમિયાન ડે. સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણનો માહોલ ઉભો થયો હતો. એ દરમિયાન વાંસદા મામલતદાર વિશાલ યાદવ અને પોલીસ પણ કોટેજ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. હાલ કોટેજ હોસ્પિટલમાં 3 લોકો સારવાર હેઠળ છે.

TDO વલસાડ પહોંચી ગયા!
ગ્રામ પંચાયતની ફિલ્ટર પાણીની ટાંકી પાસે ગેસ લીકેજને લઈ અફરાતફરી મચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તે સમય વાંસદા મામલતદાર હાજર હતા પરંતુ વાંસદાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી ઇન્દુબેન પટેલ હેડક્વાર્ટર ઉપર હાજર નહીં રહી વલસાડ જતા રહેતા ભોગ બનેલા લોકોની મુલાકાત નહી લેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

બોટલો નદીમાં નાંખતા...
પ્લાન્ટમાં ગેસ લીકેજનો બોટલ કલબ પાસે કાવેરી નદીમાં નાંખતા પાણીમાંની સેંકડો માછલીઓનાં મોત નીપજ્યા હતા અને ગેસ ગંધાતા વાતાવરણ માં પ્રદૂષણ ફેલાયું હતું.

ફટકડી નાંખી હશે એમ થયું પછી હાથપગ ખેંચાવા લાગ્યા
ખેતરમાંથી કામ કરીને ઘરે આવતા હતા ત્યારે ગેસની ગંધ આવતી હતી. અમને લાગ્યું કે ફટકડી નાંખી હશે. ઘરે જઈને કામ પતાવ્યું પછી વધારે ગંધ આવવા લાગી અને શ્વાસ રૂંધાવા લાગ્યો અને હાથ પગ ખેંચાવા લાગ્યા. મારા ઘરવાળા મને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. - અરૂણાબેન પટેલ, અસરગ્રસ્ત

અસરગ્રસ્તોની યાદી
સુનિલભાઈ જયેશભાઇ (ઉ.વ.35)  લતાબેન ગનુભાઈ (ઉ.વ. 55)  અરુણાબેન ગણેશભાઈ (ઉ.વ. 32)  ગૌરાંગ સુરેશભાઈ (ઉ.વ 26)  મહેન્દ્રભાઈ જયરામભાઈ (ઉ.વ. 36)  રમેશભાઈ મગનભાઈ ચૌધરી (ઉ.વ. 36)  સુનિતાબેન જયેશભાઈ (ઉ.વ. 36)  હેમાબેન ભીખુભાઈ પટેલ (ઉ.વ 40)  હીનાબેન ગુલાબભાઈ પટેલ (ઉ.વ. 35)  રાહુલ બીપીનભાઈ પટેલ (ઉ.વ.13)  અસ્મિતાબેન મનુભાઈ પટેલ (ઉ.વ 11)  જયભાઈ જયેશભાઈ પટેલ (ઉ.વ 8)  વિરલભાઈ સુરેશભાઈ પટેલ (ઉ.વ 14) અસરગ્રસ્ત બન્યા હતા.

પંચાયત સંપૂર્ણ જવાબદાર
ગ્રામ પંચાયત હસ્તકની ટાંકીમાં લગાવાયેલ ફિલ્ટર પ્લાન્ટમાંથી ગેસ લીકેજ થતા કેટલાય લોકોની ગંભીર હાલત થઈ હતી. ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગેસ લીકેજની ઘટના બની હતી. આ અગાઉ પણ આવી જ ગેસ લીકેજની ઘટના બની હતી. હવે પછી પંચાયત દ્વારા સતર્કતા રાખવામાં આવે અને આવી ઘટના ફરી ન બને એની તકેદારી રાખવી જરૂરી બની છે.  અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા -ચીખલી

આ બાબતે તંત્ર અને નિષ્ણાત શું કહે છે?

સંપૂર્ણ તકેદારી રાખવી અતિ આવશ્યક : બંધ રૂમમાં આવી કોઈ ઘટના બને તો વધારે પ્રોબ્લેમ થઈ શકે ખુલ્લામાં એટલો વાંધો નથી આવતો પરંતુ સફોકેશન અને આંખોમાં બળતરા જેવી તકલીફ થાય છે. અનિચ્છનીય ઘટના બનવાની શકયતા ઓછી છે છતાં પણ તકેદારી રાખવી જોઈએ. - ડો. રમેશભાઈ પટેલ, ઉદિત હોસ્પિટલ, હનુમાનબારી

આ મુદ્દે ગ્રામપંચાયતને નોટિસ અપાશે : વાંસદા પંચાત ફિલ્ટર પ્લાન્ટમાં 4 ક્લોરીન બોટલમાંથી 1 બોટલ લિકેજ થતા અસરગ્રસ્ત લોકોને કોટેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મુલાકાત લઈ મેડિકલ ઓફિસર સાથે ચર્ચા કરી મેડિકલ ટીમને કામે લગાડી હતી. હાલ પરિસ્થિતિ નોર્મલ છે. સોમવારે ગ્રામ પંચાયતને નોટિસ આપી ક્યાં કારણસર બનાવ બન્યો તે દિશામાં કામગીરી હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરાશે. - વિશાલ યાદવ, મામલતદાર, વાંસદા

બરોડાથી એક્સપર્ટ ટીમને બોલાવી : ગેસ લીકેજ થતા જે ક્લોરીન વાયુ ભારે હોવાના રહેણાંક વિસ્તારમાં ફેલાયો હતો. અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ગ્રામપંચાયત તરફથી સારવાર માટે લઈ જવાયા હતા. તેમજ ગેસ લીકેજ થતો હતો એ બોટલો પણ ત્યાંથી દૂર કરાયા છે. બરોડાથી એક્સપર્ટ ટીમને પણ તાત્કાલિક બોલવાઈ હતી. આવી ઘટના ફરીથી ન બને તેની તકેદારી ગ્રામ પંચાયત તરફથી રાખવામાં આવશે. - ધર્મેન્દ્રસિંહ સોલંકી, ડેપ્યુટી સરપંચ, વાંસદા

ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિન લીક થતાં 13 હોસ્પિટલમાં, બોટલ નદીમાં નાખી તો માછલાં મરી ગયાં

Share Your Views In Comments Below