નવસારીનાં સ્ટેશન રોડ ખાતે ક્લિનિક ચલાવતા તબીબની કારનો કાચ તોડી અંદર મુકેલા લેપટોપ, કેમેરા અને ટેબ્લેટ મળી કુલ રૂ. 32 હજારથી વધુની મત્તાની ચોરીની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી.

નવસારીનાં સ્ટેશન રોડ પાસે આવેલ સુર્યા એપાર્ટમેન્ટમાં ક્લિનિક ચલાવતા ડો. આનંદ વી.નાયક (રહે. આનંદનગર સોસાયટી, બીલીમોરા)એ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ સૂર્યા એપાર્ટમેન્ટમાં બ્રેસવેલ નામનું ક્લિનિક ચલાવે છે. તેઓએ 19મી નવેમ્બરે તેમની કાર (નં. GJ-21-BC-6332) એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકી હતી.

સાંજનાં 7 વાગ્યા સમયે ક્લિનિકમાં હેલ્પર તરીકે કામ કરતા યુવાનોએ તેમનું લેપટોપ કિંમત રૂ. 20 હજાર, ટેબ્લેટ કિંમત રૂ.1500, બે કેમેરા કિંમત રૂ.10 હજાર અને ટ્રોલી કિંમત રૂ.1200 મળી કુલ રૂ. રૂ.32, 700 કારની અંદર મૂકી લોક કરી ઘરે ગયા હતા.

બાદમાં ડો. આનંદભાઈ સાંજે 7.30 કલાકે ક્લિનિક બંધ કરી પાર્કિંગમાં કાર લેવા ગયા હતા. પાર્કિંગમાં પહોંચી તેમણે જોતા તેમની કારનો ડાબી સાઈડનો પાછળનો કાચ તૂટેલી હાલતમાં હતો. તેમણે કારમાં જોતા કારમાં મુકેલા લેપટોપ સહિતની વસ્તુઓ ગાયબ જણાઈ હતી. જેથી તેમણે નવસારી ટાઉનમાં કારમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.

સીસીટીવીમાં બે સગીર બેગ ઘસડી લઇ જતાં દેખાયા
કારમાંથી ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજો ચેક કરતા બે સગીરો બેગ ઘસડીને લઈ જતા કેદ થયા છે પરંતુ તેમનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. - એસ.એફ.ગૌસ્વામી, પીએસઆઈ, નવસારી ટાઉન

નવસારીમાં સ્ટેશન રોડ પર તબીબની કારમાંથી રૂ. 32700ની મત્તાની ચોરી

Share Your Views In Comments Below