હાલમાં ટ્રાફિક વિભાગ દ્વારા ઠેર ઠેર નવા નિયમોને લઈને ચેકિંગ હાથ ધરીને લોકોને દંડ ફટકારી રહ્યા છે. જેને લઈ લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં ટ્રાફિક પોલીસે સરકારી બસનાં ડ્રાઈવરો સામે ટ્રાફિકનાં કાયદાનો કોરડો ઝિંક્યો હતો, જેને લઈને અન્ય વાહનચાલકો અચરજમાં મુકાયા હતા. ટ્રાફિક પોલીસે પહેલા મહારાષ્ટ્રની બે અને ગુજરાતની બે બસનાં ચાલકોને રૂ.500-500નો દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય બે બસચાલકોને તાકીદ કરી હતી. બસ ચાલક પણ દંડ ભરવા બાબતે વિમાસણમાં મુકાયા હતા. બાદમાં બસચાલકોએ દંડ ભરી બસ આગળ હંકારી હતી.

નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા એસટી બસ ડેપોની બહાર સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કર્યુ હતુ.ટ્રાફિક વિભાગનાં હેકો નિશાર મલિક અને બ્રિજેશ તિવારી અને સ્ટાફ ડેપો પાસે એસટી ઉપર નજર રાખી રહ્યા હતા. જેમાં બસ આવતા ચાલક દ્વારા સીટબેલ્ટ બાંધેલો છે કે કેમ તે તપાસ કરી હતી. દરમિયાન નવસારી ડેપોથી આવતી બસનાં બે અને મહારષ્ટ્રની બે બસનાં ચાલકોએ સીટ બેલ્ટ ન પહેરીને નિયમભંગ કર્યો હોય કાર્યવાહી કરી હતી અને સ્થળ ઉપર જ રૂ.500 લેખે 2000નો દંડ વસુલ કર્યો હતો. ટ્રાફિક પોલીસે (જીજે-18-ઝેડ-0862)ના ચાલક સાહિલ મલિક, (જીજે-18-ઝેડ-9423)ના ચાલક સંજય બરડા, મહારાષ્ટ્રની બસ (નં. એમએચ-14-બીટી-1443)ના ચાલક રવિન્દ્ર ભોયે અને (નં. એમએચ-20-બીએલ-3029)ના ચાલક અનિલ વાળવી પાસે સ્થળ પર દંડ વસૂલ કર્યો હતો.

લ્યો બોલો.. મહારાષ્ટ્રની એસટી બસમાં સીટ બેલ્ટની સુવિધા ન હોવાથી મેનેજર સાથે ફોન પર ઘર્ષણ
નવસારી ટ્રાફિક વિભાગ દ્વારા બે મહારાષ્ટ્રની એસટી બસનાં ચાલકો પણ સીટ બેલ્ટ વગર ઝડપાયા હતા. આ બસમાં ખાસ વાત એ હતી કે હાલમાં ગુજરાતમાં બસ આવે છે, તેમાં સીટ બેલ્ટની સુવિધા ન હતી. આ બાબતે બસ ચાલકોને ટ્રાફિક વિભાગે ઝડપી લેતા પહેલા મહારાષ્ટ્રનાં એસટી મેનેજર સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા હતા, જેમાં બસ જૂની હોય સીટ બેલ્ટની વ્યવસ્થા ન હોય તો અમે શું કરીએ તેમ કહીને ફોન ઉપર ગરમાગરમી કરતા દ્રશ્ય પણ જોવા મળ્યા હતા.

સરકારી વાહનો ટ્રાફિકના નિયમનો ભંગ કરે તે ન ચાલે
શનિવારે એસટી બસનાં ચાલકો માટે સ્પેશ્યલ ડ્રાઈવમાં ચાર બસ ચાલકોને સ્થળ દંડ કર્યો હતો. સરકારી વાહનો પણ ટ્રાફિકનાં નિયમનો ભંગ કરે તે હવે ન ચાલે. હવે આવનાર દિવસોમાં સરકારનાં અન્ય વિભાગો દ્વારા ચાલતા વાહનોની પણ તપાસ કરાશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં વાહનોની પણ તપાસ હાથ ધરાશે. - એચ.એચ.રાઓલજી, પીએસઆઈ, નવસારી ટ્રાફિક જિલા શાખા

નિગમ પાસે નહીં બસચાલકો પાસેથી જ દંડ વસૂલાશે
એસટી ડેપોમાં થતી મિટિંગમાં ટ્રાફિકનાં નિયમોનાં પાલન કરવા અને ચાલુ બસે વાત ન કરવાની સ્પષ્ટ સુચના આપવામાં આવે છે. આજરોજ બે વાહનચાલકો ટ્રાફિકનાં નિયમનાં ભંગ બદલ કાર્યવાહી થઈ તેનાં ઉપર એસટીનાં નિયમો મુજબ ખાતાકીય કાર્યવાહી થશે અને દંડ થયેલી રકમ નિગમ પાસેથી નહીં તેમની પાસેથી જ વસુલ લેવાશે. સેફટી માટે એસટી તંત્ર સજ્જ છે. - વિપુલ રાવલ, મેનેજર, નવસારી એસટી ડેપો

કાર્યવાહીની જાણ થતાં બેલ્ટ પહેરવા માઇક પરતી એનાઉન્સ
નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા શનિવારે એસટી ચાલકો સામે ટ્રાફિકનાં નિયમ અંગે કાર્યવાહીની જાણ થતા તુરંત એસટી ડેપો દ્વારા તુરંત ચાલકો માટે સીટ બેલ્ટ સાથે બસ હંકારવા માટે માઈક પરથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું.

સૌ માટે કાયદો સમાન છે
નવસારીમાં સરકાર હસ્તકની એસટી બસનાં ચાલકો સીટ બેલ્ટ વગર ટ્રાફિકનાં નિયમ ભંગ કરતા દંડ થયો એ સારી વાત છે. લોકોની સુરક્ષાની જવાબદારી બસ ડ્રાઈવરોની હોય છે જરા પણ લાપરવાહી ચલાવવી ન જોઈએ. ટ્રાફિકનાં નિયમ સૌને માટે સમાન હોવો જોઈએ. આવી કાર્યવાહી દરેક જગ્યાએ થવી જોઈએ. ટ્રાફિક પોલીસની આ કામગીરી દાદ માગે તેવી છે. - સુરજ ગણેશ કાનકાટે, સામાજીક કાર્યકર, નવસારી

સીટ બેલ્ટ ન બાંધી ડ્રાઈવિંગ કરનાર મહારાષ્ટ્ર અને ગુજરાતના 4 એસટી બસ ડ્રાઇવર દંડાયા

Share Your Views In Comments Below