નવસારીના કાલીયાવાડી સ્થિતિ મોચી પંચની વાડીમાં યોજાયેલા સાંસદ સહિતના લોકપ્રતિનિધિ સાથેના 'સંવાદ'ના કાર્યક્રમ દરમિયાન નવસારી વિસ્તારની છેલ્લા ઘણાં વર્ષોની મુખ્ય માંગ 'મહાનગરપાલિકા' અંગેના પ્રશ્નના જવાબમાં સાંસદ સી.આર. પાટીલે કેટલાક સ્થાનિકો જ આ બાબતે સરકારમાં અવરોધ પેદા કરી રહ્યાનું જણાવતા કાર્યક્રમમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

નવસારી જિલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રવિવારે પ્રજાનાં પ્રશ્નો સીધા ધારાસભ્યો સાથે સંકલનમાં લાવી સમસ્યાનું નિરાકરણ થાય તે માટે લોકપ્રતિનિધિઓ સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી વિભાગનાં ધારાસભ્ય અને સાંસદની તો ઉપસ્થિતિ હતી પરંતુ જલાલપોર અને ગણદેવીનાં ધારાસભ્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. કાર્યક્રમમાં સાંસદ સી. આર. પાટીલ, નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈ, ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ દેવુભાઈ મહેતા, મંત્રી શંકર પટેલ, ભાજપના ભુરાભાઈ શાહ, પૂર્વ કેબિનેટ મંત્રી મંગુ પટેલ, ભાજપના જિલ્લા ભાજપ પ્રભારી નિરંજન જાંજમેરા સહિતની ઉપસ્થિતિ વચ્ચે વિવિધ સંસ્થાનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આમજનતાનો એક પ્રશ્ન મંચ ઉપરથી જ કાર્યક્રમના સંચાલક મધુભાઈ કથિરીયાએ પૂછયો કે નવસારી મહાપાલિકા બનાવાશે તો નવસારીનો વિકાસ વધુ થશે, તો 'મહાનગરપાલિકા' કયારે બનાવાશે ? જેના જવાબમાં નવસારીમાં સાંસદ સી. આર. પાટીલે કહ્યું કે, 'નવસારીના જ કેટલાક લોકો ગાંધીનગરમાં જઈને 'મહાપાલિકા' બનાવવામાં અવરોધ પેદા કરે છે. સરકારમાં 'ના' પાડવા જાય છે. સાંસદના આ જવાબથી કાર્યક્રમમાં સન્નાટો છવાઈ ગયો હતો. લોકોમાં ચર્ચા શરૂ થઈ કે, નવસારીની મહાનગરપાલિકાની માગ પ્રબળ છે ત્યારે તેમાં 'અવરોધ' પેદા કોણ કરે છે. જોકેલ સાંસદે 'નામ' બાબતે ફોડ પાડ્યો ન હતો.

સાંસદને દિલ્હી જવાનું હોય તેમનું પ્રવચન પૂરું થયા બાદ સ્ટેજ પરનાં મહાનુભાવો ઉઠી ગયા હતા. જેથી મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા થઈ શકી ન હતી. ત્યારબાદ વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમ શરૂ કરાયો હતો. જેમાં પણ લોકો વાત સંભાળવાને બદલે બેસીને વાતચીત કરતાં અને કેટલાક લોકો મોબાઈલ પર સોશ્યલ મિડિયામાં સક્રિય જોવા મળ્યા હતા. જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સનો સંવાદ કાર્યક્રમમાં જલાલપોરનાં આર. સી. પટેલ અને ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જોકે, સંવાદ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી હતી.

સવાલ લોકોના, જવાબ સાંસદના
સવાલ : ગાંધી ફાટક પાસે રેલવે ઓવર બ્રિજનું કામ મંથર ગતિએ કેમ ચાલી રહ્યું છે?
જવાબ : જમીન સંપાદનની કામગીરી ચાલુ છે, જરૂર પડ્યે કાયદાકીય કામ કરીને ઝડપથી કામ શરૂ થશે.
સવાલ : મંદીની ઝપેટમાં આવેલા હીરા ઉદ્યોગને પણ ટેક્ષટાઈલ ઉદ્યોગની જેમ સબસિડી આપવામાં આવશે?
જવાબ : હાલમાં દેશમાં પ્રથમ ક્રમે એગ્રીકલ્ચર અને ટેક્ષટાઈલ બીજા ક્રમે આવે છે. જેથી ટેક્ષટાઈલને સબસિડી આપવાની યોજના છે પરંતુ હીરા ઉદ્યોગો દ્વારા કેન્દ્રમાં રજૂઆત કરશે તો અમે તેમને સહકાર આપીશું.
સવાલ : મેડિકલ કોલેજ એક વર્ષમાં શરૂ થઈ જશે?
જવાબ : ટેકનિકલ પ્રશ્ન છે. 3 જિલ્લા વચ્ચે એક મેડિકલ કોલેજ માટે નવસારીને કોલેજ મળી છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં જમીન ઓછી છે તેમ કહી જમીનની શોધ થશે પછી કોલેજની આગળની કાર્યવાહી થશે.
સવાલ : નવસારી રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજનું કામ ક્યારે થશે?
જવાબ : પહેલા અંડરબ્રિજ કર્યો હતો પરંતુ હાલ માં ૩ મીટરનો ઓવરબ્રિજ મંજુર કરાયો છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર 50-50 ટકા ફાળવશે. કુલ રૂ.150 કરોડનાં ખર્ચે બનનારા ઓવરબ્રિજની સૈદ્ધાંતિક મંજૂરી બાકી છે.
સવાલ : નવસારીમાં લાઈનદોરી (માર્જીન)નો અમલ કેમ થતો નથી?
જવાબ : નવસારીનાં લોકો એકબીજાને બચાવવા માટે લાઈનદોરીનો અમલ કરતા ખંચકાય છે. સુરતમાં લાઈન દોરીનો અમલ થયો છે, જેથી વિકાસ થયો છે.
સવાલ : ચાલુ વર્ષથી બોરીયાચ ટોલનાકા ખાતે શેરડી ભરેલાં વાહનો પાસે ટોલ ટેક્સ કેમ લેવાય છે ?
જવાબ : હાલમાં ટોલ ટેક્ષની જોગવાઈ કરવામાં આવી છે, જે માટે અમે જે તે અધિકારી સાથે વાતચીત કરીને ઉકેલ લાવીશું.

લોકો જ વિરોધ કરે છે એમ કહ્યું ત્યારે સાંસદ અકળાયા
નવસારી મહાનગર પાલિકા બનવા માટે તમારા લોકો જ ના પાડવા માટે જાય છે તેમ કહેતાં સભામાં ઉહાપોહ મચી ગયો હતો. તે ચર્ચા ચાલતી હતી ત્યારે સ્ટેજ પર બેસેલા પૂર્વ કેબિનેટ મંત્રી મંગુ પટેલ, ભુરાભાઈ શાહ, પિયુષ દેસાઈ, ભાજપનાં પ્રભારી નિરંજન જાંજમેરા અંદરોઅંદર વાતચીત કરતા સાસંદ પાટીલ અકળાયા હતા. તેમણે જણાવ્યું કે તમારી વાત પૂરી થઇ હોય પછી મારી વાત આગળ વધારું તેમ કહેતા સભામાં હાજર લોકોનું ધ્યાન સ્ટેજ ઉપર ગયું હતું.

શહેર-જિલ્લા માટે મહત્વના આ પ્રશ્નો ભૂલાઈ ગયા

 • સુરત-નવસારીને ટ્વીન સિટી તરીકે વિકસાવવાની વર્ષો જૂની વાત કાગળ પર.
 • જિલ્લામાં કોઈ નવા ઉદ્યોગો આવ્યા નથી ત્યારે એ બાબતે શબ્દ સુધ્ધા નહીં સંભળાયો.
 • મરોલી સુગર બંધ થઈ ગયા બાદ સેંકડો કારીગરો બેરોજગાર થયા તેનું શું?
 • વાંસી બોરસી બંદરનો વિકાસ બંદર તરીકે થઈ શકે એમ છે તો તે અંગે ચર્ચા કેમ નહીં?
 • પરસોલીને એરપોર્ટ-કાર્ગો તરીકે વિકસાવી શકાય? તે બાબતે પ્રયાસ કેમ થતા નથી?
 • નવસારી જિલ્લાથી મગદલ્લા જવા માટે કોસ્ટલ હાઈવેનું ડેવલપ ક્યારે?

'સંવાદ' બન્યો વિવાદ : કાર્યક્રમમાં MP-1 MLA મળી 2 જ નેતા હાજર, ભાજપના 2 ધારાસભ્યોની ગુલ્લી

Share Your Views In Comments Below