1લી ડિસેમ્બરથી હાઇવેના દરેક ટોલ નાકા ઉપર ફાસ્ટ ટેગ સિસ્ટમ શરુ થવા જઈ રહી છે. એકવાર આ સિસ્ટમ ચાલુ થઇ ગયા પછી ટોલનાકા ઉપર રોકડ પેમેન્ટ થશે નહી અને જો તમે રોકડ પેમેન્ટ કરવા માંગતા હોય તો ટોલનાકાની કેશની લાઈનમાં જ ફરજીયાત ઉભું રહેવું પડશે. આ લાઈનમાં ન ઉભા રહી તમે ફાસ્ટટેગની લાઈનમાં જશો તો તમારે બમણો ટોલ ચૂકવવો પડશે, જેની અસર નવસારી જિલ્લામાં અંદાજિત 62 હજાર જેટલા વાહનધારકોને થશે. આ સિસ્ટમ માટે લોકોને જાગૃત કરવા હાઇવે ઓથોરિટીએ ટોલનાકાને સૂચના આપી દીધી છે એટલે તમારે ટોલપ્લાઝા ઉપરથી પસાર થવું હોય તો ફાસ્ટટેગ સિસ્ટમ લેવી જ પડશે.

રોડ મિનિસ્ટ્રી તરફથી જાહેર પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે,1લી ડિસેમ્બરથી હાઇવેના તમામ ટોલપ્લાઝા ફાસ્ટ ટેગ સિસ્ટમમાં પરિવર્તિત કરવામાં આવશે એટલે કે આ સિસ્ટમ લાગુ થયા બાદ રોકડ પેમેન્ટ થશે નહીં. આ સિસ્ટમ ચાલુ કરવા માટે તમારે ફાસ્ટટેગ લેવો પડશે. આ ફાસ્ટ ટેગ તમે આઈસીઆઈસી, એસબીઆઈ, બેંક ઓફ બરોડા કે ઓન લાઈનથી પણ મેળવી શકો છે. ફાસ્ટ ટેગએ એક ઈલેક્ટ્રોનિક ટોલ કનેક્સ ડીવાઈસ છે કે જે તમારા વ્હિકલમાં ઇન્સ્ટોલ કરેલું હોય છે અને આ ડિવાઈસ તમને ટોલનાકા પર સ્ટોપ કર્યા વગર સડસડાટ નીકળી જવામાં મદદ કરે છે. તેનાથી ટોલનાકા ઉપર લાંબી લાઈનમાંથી ઉભા રહેવામાં મુક્તિ મળે છે.

સરકારનો પ્લાન ટોલનાકા ઉપર ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. ફાસ્ટ ટેગ કાર કે વ્હિકલની વિન્ડસ્ક્રીન ઉપર લગાવવામાં આવે છે અને તે રેડિયો ફ્રિકકવન્સી આઇડેન્ટીફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને ચાલુ વ્હિકલે આ ફ્રિકવન્સીની મદદથી તમારે ટોલ આપોઆપ ભરાઈ જાય છે ટોલની રકમ ફાસ્ટ ટેગ સાથે જોડાયેલા તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય છે. હાલના પ્રાવધાન પ્રમાણે જો તમે ફાસ્ટ ટેગ લેનમાં તમારું વ્હિકલ લઈને જશો તો તમારે બમણો ટોલ ચૂકવવો પડશે અને હાઇવે ઓથોરિટીના કહેવા પ્રમાણે આ સિસ્ટમનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે.

જિલ્લા બહારના વાહનોના કયાં કેવી રીતે કેટલાં રૂપિયા કપાશે
જિલ્લા બહારના હેવી વ્હિકલ હશે તો ફાસ્ટ ટેગ લગાવો તો પહેલીવાર ટોલનાકું પસાર કરો એટલે રૂ. 215 કપાશે અને વાહન 24 કલાકમાં પરત આવે એટલે બીજા 110 કપાશે અને 24 કલાકની અંદર 3થી 4 ફેરા મારશે તો કુલ 325 કપાશે.

ફાસ્ટટેગ રજીસ્ટ્રેશન બુક, પાનકાર્ડ અને ફોટા જોઇશે
લોકલ હેવી વ્હીકલ માટે આ ફાસ્ટ ટેગ માટે પણ રજીસ્ટ્રેશન બુક, પાનકાર્ડ અને ફોટા જોઇશે એટલે આ ફાસ્ટ ટેગમાં તમારું વાહન એક વાર ટોલનાકુ પસાર કરે એટલે રૂ. 50 કપાશે જેટલા ફેર મારો એટલે એક ફેરના 50 કપાશે.

બોરીયાચથી અત્યાર સુધી માત્ર 146 જ ફાસ્ટટેગ અપાયા
બોરીયાચ ટોલનાકા પર ફાસ્ટ ટેગ આપવાની કામગીરી હાથ ધરાય છે. અત્યારસુધીમાં માત્ર 146 જ અપાયા છે તે ફાસ્ટ ટેગ ખૂટી જતા બે દિવસથી ટોલનાકા ઉપરથી તે ન મળતા વાહનચાલકોએ ઓનલાઈન જ તે લેવાની ફરજ પડી છે.

લાઈટ વ્હિકલના ફાસ્ટ ટેગનો સ્ટોક નથી
પહેલા નવસારી જિલ્લા પાસિંગના વાહનોને ટોલટેક્ષમાંથી મુક્તિ હતી, હવેથી જિલ્લા પાસિંગના વાહન ચાલકોએ પણ રૂ. 150 ચાર્જ ભરવો પડશે અને એક મહિનો ચાલશે. જો તમે ફાસ્ટ ટેગ ખરીદવા માંગતા હોય તો તમે તમારી બેંકમાંથી ઓનલાઈન પણ ખરીદી શકો છો. લગભગ તમામ પ્રાઈવેટ અને સરકારી બેંકો દ્વારા પોતાની વેબસાઈટઉપર ફાસ્ટ ટેગ ખરીદવાનો ઓનલાઈન ઓપ્શન આપવામાં આવ્યો છે. ઓનલાઈન ફાસ્ટ ટેગ લેવા માટે તમને તમારી આરસી બુક અને ડ્રાઈવિંગ લાયસન્સનો ફોટો પણ અપલોડ કરવો પડશે. ડોકયુમેટ અને ડીટેઈલ અપલોડ કાર્ય બાદ તમને 2 દિવસની આસપાસમાં તમારા ઘરે ફાસ્ટ ટેગ મળી જશે, જેને તમે તમારી ગાડીના કાચ ઉપર ચીપકાવી શકો છો. બેંકો તરફથી ડીલીવરી માટે કોઈ ચાર્જ લેવામાં આવી રહ્યો નથી. ફાસ્ટ ટેગ paytm પરથી પણ મેળવી શકો છો. આ માટે હાલમાં ટોલનાકા ઉપર પણ આઈસીઆઈસી બેંકના માણસો બેસી ફાસ્ટ ટેગ આપી રહ્યા છે પરંતુ હાલમાં બે દિવસથી લાઈટ વ્હિકલના ફાસ્ટ ટેગનો સ્ટોક નથી જે સાંજ સુધીમાં આવી જશે. - અનિલ પવાર, મેનેજર, બોરીયાચ ટોલનાકા

લોકલ વાહન ચાલકોએ પણ રૂ. 150નો એક મહિનાનો ફાસ્ટ ટેગ લેવો પડશે
લોકલ લાઈટ વાહનો માટે અત્યાર સુધી બોરીયાચ ટોલનાકા ઉપર જી.જે.21ના પાસિંગવાળા વાહનો ફ્રીમાં જતા હતા, હવે આ સિસ્ટમ આવશે પછી લોકલ વાહન ચાલકોએ પણ રૂ. 150નો એક મહિનાનો ફાસ્ટ ટેગ લેવો પડશે. આ માટે વાહનની રજીસ્ટ્રેશન બુક, પાનકાર્ડ અને ફોટા જોઇશે જેથી ફાસ્ટ ટેગ મળશે.

ફાસ્ટટેગના અમલ સાથે બોરીયાચ ટોલનાકે 1લીથી જિલ્લાની તમામ 62 હજાર કાર માટે ટેક્સ ફરજિયાત

Share Your Views In Comments Below