નવસારી નજીક આવેલાં કબીલપોરમાં નવી બની રહેલી ગ્રામ પંચાયત હોલ સામે મોપેડ સવાર સાબુના વેપારીને 'તમારા પૈસા પડી ગયા છે તેમ કહી' ધ્યાન ભટકાવી વેપારીએ ખભે ભેરવેલી બેગ ઝૂંટવી બાઈક ઉપર બેસી તરત જ ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ જવાની ઘટનાએ ચકચાર જગાવી છે, ભરબપોરે બનેલી આ ઘટનાથી કબીલપોર બજારમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ ચીલઝડપ કરનારાઓની સસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.

કબીલપોર સાંઈદર્શન સોસાયટીમાં રહેતા રાવતાજી ચમનાજી પ્રજાપતિ (ઉ.વ.67, મૂળ રહે. સિરોહી, રાજસ્થાન) રમેશ શોપ ફેક્ટરી ચલાવે છે. સોમવારે તેઓ ધંધાનાં કામ અર્થે નવસારીમાં આવેલી કેનેરા બેંકમાં નાણા ઉપાડવા બાઈક ઉપર ગયા હતા. તેઓએ રોકડા રૂ. 5 લાખ બેંકમાંથી ઉપાડી બેગમાં ભરી પરત કબીલપોર ખાતે આવેલી તેમની ફેક્ટરી આવતા હતા.

તેઓ 11.45 વાગ્યાનાં સુમારે નવીન બંધાઈ રહેલી કબીલપોર ગ્રામ પંચાયત ભવન પાસે ઉભા રહ્યા હતા. એ સમયે એક અજાણ્યા યુવાને આવીને 'તમારા પૈસા નીચે પડ્યા છે, તેમ જણાવીને યુવાને જ રૂ. 10ની ચલણી નોટ ઉઠાવીને રાવતાજી પ્રજાપતિનાં હાથમાં આપ્યા હતા. તે વેળાએ ધ્યાન ચૂકવીને બીજા યુવાને તેના ખભે ભેરવેલી પૈસા ભરેલી બેગ આંચકીને બાઈક ઉપર ભાગી છુટ્યા હતા.

તેમણે પૈસા ભરેલી બેગ લઈને ભાગેલા યુવાનોનો પીછો કર્યો હતો પરંતુ આ બાઈક ચાલક ધૂમ સ્પીડે બાઈક હંકારી ભાગી છુટ્યા હતા. મોડી સાંજે રાવતાજી પ્રજાપતિએ અજાણ્યા બે યુવાનો વિરૂદ્ધ ધ્યાન ભંગ કરી રૂ.5 લાખ ભરેલી બેગ લઇ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે

બેંકથી પીછો કરતા હોવાનું CCTVમાં દેખાયું
તમારા પૈસા પડી ગયા છે તેમ જણાવી ધ્યાન ભંગ કરીને તડફંચી કરનારી ગેંગ હોઈ શકે. આ ઘટનામાં બે બાઈક ચાલકો દેખાઈ રહ્યા છે. જે ભોગ બનનારનો પીછો કરી રહ્યા છે. તેવું સીસીટીવી માં દેખાઈ રહ્યું છે. એ ઉપરાંત એક અન્ય વાહન ચાલક પણ મોપેડ નો પીછો કરી રહ્યા હોય તેવું સીસીટીવી ફૂટેજમાં જણાઈ રહ્યું છે. એ જોતા પ્રિ-પ્લાનિંગ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

એક બાજુ પોલીસ હેલ્મેટવાળાઓને દંડ ફટકારતી રહી અને ચોર બિન્દાસ ભાગ્યા
એકબાજુ જિલ્લા ટ્રાફિક પોલીસ હેલમેટ ન પહેરનાર શહેરીજનો ઉપર દંડનીય કાર્યવાહી કરી રહી છે. જ્યારે બીજી બાજુ નજીકમાં આવેલા કબીલપોર વિસ્તારમાં યુવાનો બાઈક ઉપર આવે અને ચોરી કરી બિન્દાસ્ત રીતે ભાગી છુટ્યા હતા. જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી એવી ચર્ચા પણ ચાલી રહી છે.

બે શંકાસ્પદ યુવાનો વિરૂદ્ધ ફરિયાદ
કબીલપોરના વેપારીને પૈસા પડ્યા છે તેમ કહી નાણા ભરેલી બેગ લઇ ભાગી છૂટનારા યુવાનો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેમાં બાઈક નંબર દેખાતો નથી. હાલ પોલીસે બે શંકાસ્પદ યુવાનો વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી રહ્યા છે. - પી.પી.બ્રહ્મભટ્ટ, પીઆઈ, નવસારી ગ્રામ્ય પોલીસ

પૈસા પડી ગયા કહી વેપારીની 5 લાખની બેગ આંચકી બે બાઈક ચાલકો ફરાર

Share Your Views In Comments Below