નવસારી શહેરમાં મહત્તમ સ્થળેથી કચરા પેટી હટાવી લેવાય છે ત્યારે કેટલાક સ્થળે આજે પણ કચરાપેટી મુકાયેલી હોય ત્યાં ભારે ગંદકી જોવા મળે છે. નવસારીના સયાજી રોડ પર આવેલ આનંદ હોસ્પિટલ દ્વારા તેનો મેડીકલ વેસ્ટ સામે મુકાયેલી કચરા પેટીમાં નાખવા આવતા પાલિકાની ટીમે જોઈ જતાં તેને નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરાયાનું અનુમાન જાણવા મળે છે.

તો પાલિકાના અધિકારીઓએ પણ ડો. સુરંગી કસબવાલાને જરૂરી સૂચના આપવા પહોંચી ગયા હતા. બીજી તરફ આ મામલે પાલિકાએ સીડીએચઓને પણ જાણ કરી જરૂરી પગલાં લેવાનું જાણાવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પાલિકાની કચરા પેટીમાં ભીનો અને સૂકો કચરો જ નાંખાવાનો હોય છે. શહેરની વિવિધ હોસ્પિટલોમાંથી નીકળતો મેડીકલ વેસ્ટ લઈ જવા અલગથી એજન્સીની વ્યવસ્થા કરાય છે. અને દરેક હોસ્પિટલ તે મુજબ જ તેનો કચરો આપતા હોય છે. ત્યારે કેટલીક હોસ્પિટલ દ્વારા તેનો મેડીકલ વેસ્ટ પાલિકાની કચરા પેટીમાં નંખાતો હોવાની રાવ ઉઠવા પામી હતી.

જો કે આજરોજ પાલિકાની ટીમ સાંઢકુવા સ્થિત મુખ્યમાર્ગ પર મુકાયેલી કચરા પેટીમાંથી કચરો લેવા જતાં તે વખતે જ સામે આવેલ આનંદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મેડીકલ વેસ્ટ તેમાં નાંખાવા આવતા પાલિકાના માણસોએ આ બાબતે ઈ. પ્રમુખ અશ્વિન કાસુન્દ્રા સહિત અધિકારીઓને જાણ કરતાં એક ટીમ આનંદ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. અને તેમણે  આ બાબતે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

નવસારીની આનંદ હોસ્પિટલ દ્વારા કચરાપેટીમાં મેડિકલ વેસ્ટ ઠલવાયો: નોટિસ ફટકારવાની તજવીજ

Share Your Views In Comments Below