રાજ્ય સરકારના ખેલમહાકુંભ-2019માં શિક્ષક ભાઈઓની દક્ષિણ ઝોન કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ અંકલેશ્વરમાં યોજાઈ હતી. જેમાં નવસારી જિલ્લા શિક્ષકોની ટીમ વિજેતા થઈ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે વ.દે. ગલિયારદા કઠોર જિ. સુરત ખાતે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના ચાર ઝોનમાંથી વિજેતા અને ઉપવિજેતા મળી કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો.

પ્રથમ મેચ મહેસાણા, બીજી મેચ અમદાવાદ સામે વિજેતા બની ફાઈનલ મેચ સુરેન્દ્રનગર સામે રમાઈ હતી. જેમાં ભારે રસાકસી બાદ નવસારી જિલ્લાની ટીમ ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર શિક્ષક ખેલાડીઓ પૈકી જતીન ટંડેલ (સિસોદ્ર કન્યાશાળા), ભાવિન ટંડેલ (મમતા મંદિર), કિશોર ટંડેલ (અગ્રવાલ સ્કૂલ), હર્ષ ટંડેલ (છીણમ શાળા), ભાવેશ ટંડેલ (નવાતળાવ શાળા), ચૈતન્ય ટંડેલ (ગાંધી કોલેજ), જીજ્ઞેશ ટંડેલ (સરદાર પટેલ સ્કૂલ), તેજસ ટંડેલ (સીઆરસી પનાર), હિરેન ટંડેલ (અષ્ટગામ શાળા), રોહિત ટંડેલ (ગુરૂકુલ સુપા સ્કૂલ), જીજ્ઞેશ પટેલ (વિદ્યાકુંજ હાઈસ્કૂલ), અશોક વિશ્વકર્મા (લિટલ સ્ટાર સ્કૂલ)એ શ્રેષ્ઠ રમત બતાવી હતી. આ સ્પર્ધામાં કોચ મેનેજર તરીકે કૌશલ ટંડેલ, અજય ટંડેલ તેમજ સહાયક કોચ તરીકે પિયુષ પટેલ અને ફરેનદુ મિરઝાએ માર્ગદર્શન આપ્યું હતું.

નવસારી જિલ્લાને ખેલમહાકુંભમાં સતત ત્રણ વર્ષથી રાજ્યકક્ષાએ મેડલ અપાવનાર સમગ્ર ટીમને નવસારી જિલ્લાના શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારી તેમજ સિનિયર કોચ, વોલીબોલ એસો.ના સભ્યો, શિક્ષક સંઘ અને તમામ શાળાના આચાર્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યકક્ષાની શિક્ષક વિભાગ વોલીબોલ સ્પર્ધામાં નવસારી પ્રથમ, સતત ત્રીજા વર્ષે ખેલમહાકુંભમાં મેડલ

Share Your Views In Comments Below