લોકોના પરસેવાની કમાણીના પૈસાનો નવસારી પાલિકાના શાસકો કેવો ઉપયોગ કરે છે તેનો કિસ્સો સામે આવ્યો છે. પાલિકાએ શહેરમાં લોકોને સલામત રીતે ચાલવા લાખો રૂપિયા ખર્ચીને ઠેર-ઠેર ફૂટપાટો બનાવી છે. પરંતુ આ ફૂટપાટો પર લારી-ગલ્લા વાળાઓએ કબ્જો કરી લેતા લોકોએ મુખી સડક પર જ ચાલવાની નોબત આવે છે. પાલિકાના શાસકો પણ જાણે આવા લોકોને પ્રોત્સાહન આપતા હોય તેમ એકપણ સ્થળે ફૂટપાટો પર કરનારાને હટાવવાના પ્રયાસો કરતી નથી.

નવસારી શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન દિવસે ને દિવસે વકરી રહ્યો છે. તેવા સમયે અકસ્માતો પણ વધી રહ્યા છે. જેના કારણે લોકો સલામત રીતે ચાલતા જઈ શકે તે માટે નવસારે પાલિકાના શાસકોએ શહેરમાં ઠેર-ઠેર ફૂટપાટો બનાવી છે.

જો કે કેટલાક સ્થળે તો આ ફૂટપાટો એટલી સાંકળી બનાવાય છે કે ત્યાં ચાલવું કેવી રીતે પણ પ્રશ્ન ઊભો થાય છે. પાલિકાના ચોપાડે ખર્ચ બતાવવા તૈયાર કરેલ આવી ફૂટપાટો પર લોકો તો ચાલી શકતા નથી પરંતુ ફૂટપાથ બની કે ત્યાં જે તે લારી-ગલ્લાવાળાઓ કબ્જો કરી લેતા હોય છે. ફૂટપાથો બનતા તેમની લારી ત્યાં મુકાય જાય તેથી ચાલનારાઓએ મુખ્ય સડક પર જ ચાલવું પડે છે. જો કે આ બાબતે કેટલાક લોકો દ્વારા મૌખિક કે લેખિત ફરિયાદો કરવા છતાં શાસકો આવા લોકોને ફૂટપાથ પરથી હટાવી શકતા નથી. 

નવસારેને પેરીસ બનાવવાની ગુલાબાંગો હાંકતા નેતાઓના કારણે નક્કર કામગીરી થતી નથી. હવે તો કેટલાક સ્થળે કાચું બાંધકામ કરીને કેટલાક લોકો ધંધો કરતાં થયા છે. થોડા સમય પહેલા જ આવા કેટલાક ધંધાવાળાને હટાવવા ગયેલા પાલિકાના કર્મચારેને માર ખાવાનો વખત પણ આવ્યો હતો. ત્યારે પ્રશ્ન એ થાય કે આવા લોકોને પ્રોત્સાહન કોણ આપે છે.

શહેરના મુખ્યમાર્ગો પર બનાવાયેલી ફૂટપાટો પર પણ લારી-ગલ્લા આવી ગયા
સ્ટેશનથી લઈને જૂનાથાના હોય કે એમ.જી. રોડ હોય કે પાલિકાની સામેનો માર્ગ હોય તમામ સ્થળે ફૂટપાથો પર કબ્જો જમાવાય જાય છે. એટલું જ નહી તેના પર કાચું બાંધકામ પણ કરાય જતું હોય છે. ટાટા હૉલ પાસે, લક્ષ્મણ હૉલ નજીક, પારસી હોસ્પિટલ પાસે તમામ સ્થળે કબ્જો જમાવીને ધંધો કોણ કરાવે છે તેની ઈ. પ્રમુખ અશ્વિન કાસુન્દ્રા તપાસ કરાવે તો કેટલાક મોટા નામો બહાર આવી શકે છે.

નવસારી શહેરની તમામ ફૂટપાથ પર લારી-ગલ્લાવાળાએ કબજો જમાવ્યો: નગરપાલિકાના શાસકોનું સૂચક મૌન!

Share Your Views In Comments Below