નવસારીમાં ટ્રાફિકનાં કાયદામાં કડકાઈથી પાલન કરાવવા નવસારી જિલા ટ્રાફિક પોલીસે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનાં સહયોગથી હેલમેટ વિના મુસાફરી કરતા વાહનચાલકો સામે કડકાઈથી નહીં પરંતુ પ્રેમથી કાયદાનું પાલન કરાવવા કામગીરી હાથ ધરી હતી.

આજે સોમવારે દોઢ કલાક સુધી લૂન્સીકુઈ સર્કલ વિસ્તાર પાસે ટ્રાફિક પોલીસે 101 વાહન ચાલકોને ટ્રાફિકનાં નિયમોના ભંગ બદલ ઝડપી પાડી તેમજ હેલમેટ પહેરી ન હોય તેને પગલે દંડ ફટકાર્યો હતો. જોકે આ દંડનું સ્વરૂપ અલાયદું હતું, દંડ પેટે આપેલા રૂ. 500ના બદલામાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ આપી સલામતી જાળવવા અને ફરીવાર કાયદાનું ઉલ્લંઘન ન કરવા તાકીદ કરી હતી. હેલમેટ આપી દંડ પેટે રૂ. 50,500 વસૂલાયા હતા.

તાજેતરમાં સરકાર દ્વારા નવા વાહન વ્યવહારનાં નિયમો 1લી નવેમ્બરથી અમલમાં આવ્યા છે ત્યારબાદ નવસારી શહેરમાં પણ નવા નિયમોનાં આધારે ટ્રાફિક પોલીસે દંડ લેવાનું શરુ કર્યું હતું. જેમાં નવેમ્બર માસમાં આશરે 21 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેમાં હેલમેટ વગરનાં 2300થી વધુ વાહનચાલકો દંડાયા હતા.

તેમની પાસે રૂ. 500 લેખે રૂ. 11.50 લાખ દંડ વસૂલાયો હતો. જેને લઈને પોલીસવડા ડો.ગિરીશ પંડ્યા અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ વિભાગ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે હેલમેટનાં દંડ પેટે રૂ. 500 દંડ ભરે છે, તેને બદલે દંડની રકમમાંથી તેમને હેલમેટ આપીને સુરક્ષા આપી શકાય.

જેથી 2જી ડિસેમ્બરથી હેલમેટના દંડનાં અવેજ પેટે હેલમેટ આપવા સોમવારે ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા પોલીસવડા ડો.ગિરીશ પંડ્યાની ઉપસ્થિતિમાં લુન્સીકૂઈ સર્કલ ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું અને જેમણે હેલમેટ પહેર્યું ન હોય તેમને દંડના નાણાં લઈને નવું ISIમાર્કાવાળું હેલમેટનું વિતરણ કરાયું હતું.

ઘર્ષણ ઘટે ને પરિણામ પણ મળે તેવી કામગીરી
પોલીસ અને પબ્લિક વચ્ચે નવા નિયમો બાબતે ઘર્ષણ ઓછું થાય તે માટે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનાં સૌજન્યથી હાલમાં 250 જેટલી હેલમેટ લાવવામાં આવી છે. સોમવારે દંડ પેટે માત્ર દોઢ કલાકમાં જ 101 હેલમેટ વાહનચાલકોને પહેરાવવામાં આવી હતી. આખા ડિસેમ્બર માસ દરમિયાન આ જ રીતે હેલમેટ નહી પહેરનારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ તો કારશે પણ સામે હેલમેટ પહેરાવાશે. - એચ.એચ રાઓલજી, પીએસઆઈ, નવસારી ટ્રાફિક

દોઢ જ કલાકમાં 101 વાહનચાલકોને દંડની રકમ સામે હેલમેટ પહેરાવાઈ

Share Your Views In Comments Below