નવસારીમાં સૌથી ગંદા સ્થળમાંના એક લક્ષ્મી ટોકીઝ નજીકની કચરા પેટીને આખરે હટાવી ત્યાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ મુકવાનો નિર્ણય કરી પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ કાસુંદરા એ એક કાંકરે બે પક્ષી મારવાનો નિર્ણય લીધો છે. નવસારી શહેરના ગંદા સ્થળોમાં એક સ્થળ લક્ષમી ટોકીઝ નજીક સામેનો કચરપેટીવાળો વિસ્તાર છે. અહીંની કચરાપેટી લગભગ આખો દિવસ કચરાથી ઉભરાય છે અને પેટી નજીકની જગ્યા પણ દિવસભર કચરાથી લથપથ રહે છે.

કૂતરા, ઢોર કચરાને ફેડતા રહેતા ગંદકી વધુ ફેલાય છે. છેલ્લા નવેમ્બર મહિનામાં પાલિકા પ્રમુખ કાંતિભાઈ પટેલ વિદેશ ગયા હોય ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ અશ્વિન કાસુંદરા હતા. તેઓ શહેરના રાઉન્ડ ઉપર નીકળ્યા ત્યારે લક્ષ્મી ટોકીઝ નજીકની ગંદકી જોઈ હતી, તુરંત કચરાપેટી હટાવી જગ્યા સ્વચ્છ કરવા જણાવ્યું હતું.

વધુમાં આ ખાલી થયેલ જગ્યા ઉપર તુરંત બ્લોકપેવિંગ કરવા જણાવ્યું હતું ત્યારબાદ નજીક રોડને અડચણરૂપ જે લારીઓ જણાઈ છે તેને બ્લોક પેવિંગ કરાયેલ જગ્યા ઉપર મૂકવા પણ જણાવ્યાનુ જાણવા મળે છે. આમ ગંદું સ્થળ સ્વચ્છ કર્યું, સાથે અડચણરૂપ લારીની સમસ્યા પણ ઉકેલતા એક કાંકરે બે પક્ષી માર્યાનું કહી શકાય! ખુલ્લી થયેલી જગ્યા પર બ્લોક પેવિંગનું કામ શરૂ કરાયું છે. જે લોકો કચરો નાખતા હતા તેમને માટે કચરાવાળા ટેમ્પોનો સમય પણ એડજસ્ટ કરાયનું જાણવા મળ્યું છે.

સૌથી ગંદા સ્થળમાંના એક લક્ષ્મી ટોકીઝ વિસ્તારની કચરાપેટી ઉઠાવી લારીઓ મુકાશે

Share Your Views In Comments Below