તાજેતરમાં ટ્રાફિકનાં નવા નિયમોને પગલે ટ્રાફિક વિભાગ દ્વારા નવા નિયમોને આધીન દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. જેમાં ટ્રાફિક વિભાગ દ્વારા પ્રથમ માસમાં આશરે 21 લાખથી વધુ દંડ વસૂલાયો છે, જેમાં 11.50 લાખ જેટલો દંડ માત્ર હેલમેટ વગરના ચાલકો પાસેથી નવા નિયમને આધીન વસુલાયો હતો. હવેથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ વગરનાં વાહનચાલકોને દંડ નહીં પણ દંડની રકમના અવેજ પેટે હેલમેટ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવાશે.

નવસારી જિલ્લામાં પણ ટ્રાફિકનાં નવા નિયમોને આધારે ટ્રાફિકનાં નિયમોનું પાલન કર્યું ન હોય તેવા ચાલકોને 21 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. તાજેતરમાં નવેમ્બર માસમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ વગરનાં 2300થી વધુ ચાલકો પાસે નવા નિયમોના આધારે રૂ. 500 લેખે રૂ. 11.50 લાખનો દંડ વસૂલાયો છે.

નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા હવે આજથી 2 ડિસેમ્બર સોમવારથી હેલમેટ વગરનાં વાહનચાલકોને દંડ નહીં પણ તેટલી જ રકમનાં મૂલ્યનું હેલમેટ આપવામાં આવશે. શરૂઆતમાં હેલમેટ વગરનાં ચાલકોને પોલીસ ઉભા રાખીને દંડ નહીં પણ હેલમેટ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવશે. ટ્રાફિક પોલીસનાં આ નવતર પ્રયોગ દ્વારા વાહનચાલકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. એ પછીના દિવસોમાં ટ્રાફિક નિયમભંગ બદલ પુન: દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિકના નિયમ ભંગ બદલ જે દંડની રકમ વસૂલ કરવામાં આવી છે સૌથી વધુ હેલમેટ વિનાના ચાલકો દંડાયા હતા.

ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનાં સૌજન્યથી વાહનચાલકોને હેલમેટ આપવામાં આવશે
નવસારીમાં એક માસમાં 2300થી વધુ વાહન ચાલકો હેલમેટ વગર દંડાયા છે. જેને લઈને જિલ્લા પોલીસવડા ડો. ગિરીશ પંડ્યાએ સમીક્ષા કરી જણાવ્યું કે હાલમાં લોકો રૂ. 500નો દંડ ભરે એના કરતા એજ રકમથી એમને હેલમેટ મળે જેથી પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ ટાળી શકાય.જેથી હવે વાહન ચાલકો હેલમેટ વગર વાહન હંકારતા જણાશે તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનાં સૌજન્યથી તેમને હેલમેટ આપવાનું આયોજન કર્યું છે. - એચ.એચ.રાઓલજી, પીએસઆઈ, જિલ્લા ટ્રાફિક શાખા

મહિના સુધી નવસારીમાં વાહનચાલકો પાસે દંડની રકમ વસૂલી હેલમેટ અપાશે

Share Your Views In Comments Below