નવી મુંબઈ કામોટે તવા હોટલ નજીક રહેતા અને ડિપ્લોમાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો સૌરવ પ્રશાંત દલવી (ઉ.વ.20) રવિવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ અન્ય ચાર બાઈકર્સ મિત્રો સાથે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા પોતાની રોયલ ઈનફિલ્ડ બૂલેટ બાઈક (હિમાલિયન મોડેલ) (નં. એમએચ-કેજી-3502) લઈને નીકળ્યો હતો.

તેના ચાર મિત્રો પણ પોતાની સ્પોર્ટસ બાઈક ઉપર હતા. જેમાં એક બાઈક ઉપર બે મિત્રો અને બીજા તમામ બાઈકર્સ એકલા હતા. નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચીખલી નજીક આલીપોર નેરોગેજ રેલવે ઓવરબ્રિજ ઉપર સૌરવે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા બાઈક ઓવરબ્રિજની સાઈડ પર આવેલા ડીવાઈડર ભટકાયા બાદ 5થી 6 ફૂટ ઘસડાઈ હતી અને જોતજોતામાં સૌરવ ફંગોળાઈને બ્રિજ પરથી અંદાજે 30 ફુટ નીચે સર્વિસ રોડ ઉપર પટકાયો હતો, જેમાં તેણે હેલ્મેટ પહેરી હોવા છતાં તેનો જીવ બચી શક્યો ન હતો અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પરિવારનો એકનો એક પુત્ર એવા સૌરવના પિતા કંપનીના કામ માટે દુબઈ મિટિંગમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે સૌરવ દલવીના મિત્ર અર્થવ માત્રેએ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઈ ડી.કે.પટેલે વધુ તપાસ હાથ ધરી છે."

હેલ્મેટના નવા કાયદા સામે વધુ એક પડકારરૂપ કિસ્સો
બાઈકર્સ ગ્રુપ હેલમેટ સહિત તમામ સેફટીના સાધનો પહેરીને રાઈડ કરતા હોય છે. તેમ છતાં આ કિસ્સામાં અકસ્માત નડતા મોત નીપજ્યું છે. હેલમેટ પણ જીવ બચાવી શકી નથી. આમ, હાલમાં સરકાર એકતરફ નાના-મોટા શહેરોમાં જ્યાં બાઇક માંડ 20-30ની સ્પીડમાં દોડી શકે છે તેમને હેલમ્ટે બાબતે અટકાવી રહી છે ત્યારે આવા કિસ્સા નવા કડક કાયદા માટે પડકારરૂપ બની રહ્યા છે.

હાઇવે પર જોખમી સવારી
સ્વભાવિક છે કે નેશનલ હાઇવે પર વાહનો ફૂલ સ્પીડમાં દોડતા હોય છે. જો કે, જિલ્લાના આ પટ્ટામાં ઘણા વળાંકો, ક્રોસિંગ તથા ફાંટા એટલા જોખમી છે કે આવી દુર્ઘટનાઓ વારંવાર થાય છે.

બાઈકર્સ ગ્રુપ ગુજરાત પ્રથમવાર જ આવ્યુ હતું ને...
મુંબઈની ફાધર એન્જોલ ડિપ્લોમાં કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક બાઈકર્સ ગ્રુપના મિત્રો ગુજરાતના પ્રવાસે પ્રથમવાર આવ્યા હતા. તેઓએ ધરમપુર નજીક નાસ્તો કર્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આગળ વધી રહ્યા હતા. એ સમયે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આલીપોર નજીક આ ઘટના બનતા બાઈકર્સ ગ્રુપના તમામ મિત્રો આઘાતમાં મુકાઈ ગયા હતા.

સારવાર માટે લઈ ગયા પણ જીવ બચી ન શક્યો
અમે રવિવારે વહેલી સવારે 4.00 વાગ્યાની આસપાસ 5 જેટલા મિત્રો 4 સ્પોર્ટસ બાઈક લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નીકળ્યા હતા. એ સમયે ઓવરબ્રિજની સાઈડે સૌરવની બાઈક ઘસડાઈ હતી અને તે ઉપરથી નીચે પટકાયો હતો. આ ઘટના જોતા અમે તાત્કાલિક બાઈક ઉભી રાખી સૌરવની પાસે જઈને જોતા સખત લોહી નીકળતું હતું, જેથી મેં અન્ય મિત્રોને બોલાવી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સીધી વાત : એચ. એચ. રાઉલજી, PSI, નવસારી
સ. : આવા બાઈકર્સોને ટ્રાફિકના તમામ નિયમો લાગે છે કે કેમ?
જ. : હા. કેમ નહીં. ટ્રાફિક નિયમો તમામ માટે સરખા જ હોય છે.
સ. : શહેરમાં લોકો સ્પીડમાં બાઈક ચલાવે છે તેમના વિરૂદ્ધમાં કેસ થયા છે કે કેમ?
જ. : શહેરોમાં આવી સ્પીડમાં બાઈક ચલાવતા લોકો તેમજ બાઈકર્સો વિરૂદ્ધ કેસો કરાયા છે.
સ. : હાઈવે પર આવા અનેક બાઈકર્સો પસાર થતા હોય છે તો તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ?
જ. : ના. હાઈવે પર આજ સુધી આ પ્રકારનો એકપણ કેસ કરવામાં આવ્યો નથી.

'યુનિટી' જોવા જતા મુંબઈના બાઇકરે ચીખલી બ્રિજ પર કાબૂ ગુમાવ્યો, હેલ્મેટ સાથે 30 ફૂટ નીચે પટકાતાં મોત

Share Your Views In Comments Below