નવસારીનાં બારડોલી જતા રોડ ઉપર આવેલ પુરોહિત એક્સપ્રેસ સર્વિસ ટ્રાન્સપોર્ટની બંધ ઓફિસને રાત્રિનાં સમયે ચડ્ડી બનિયાનધારીઓએ શટરનું તાળું તોડીને ઓફિસમાં મુકેલ ખાનામાં રૂ.1.41 લાખ રોકડાની ચોરી કરી માત્ર અડધા કલાકમાં ભાગી છુટ્યા હતા. આ ઘટના ઓફિસની અંદર-બહાર મુકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ચોરીની ટ્રાન્સપોર્ટ ઓફિસના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નવસારીથી બારડોલી રોડ પર શોપિંગ સેન્ટરમાં દુકાન નં. 18માં નરેશ પુરોહિતનાં માલિકીની પુરોહિત એક્ષપ્રેસ સર્વિસ (ટ્રાન્સપોર્ટ)ની ઓફીસ આવેલી છે. જેમાં 30મી નવેમ્બરે રાત્રિના 3.30 વાગ્યાનાં સમયે ચડ્ડીબનિયાધારીઓએ આવીને શટરનું તાળું તોડી ઓફિસ પ્રવેશ કર્યો હતો. તેમણે ઓફીસનાં બે ખાનામાં મુકેલા રૂ. 1.41 લાખ રોકડાની ચોરી કરી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના ઓફિસની અંદર અને બહાર મુકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ચારમાંથી બેએ દુકાનમાં ઘૂસી રોકડા ચોરી લીધા હતા અને બેએ વોચ ગોઠવી હતી. સવારે મેનેજર ગિરીશ ગુજ્જર (રહે. વિજલપોર) અને દુકાનનાં માલિકનાં ભાઈ નરેશ પુરોહિતે જોયું તો શટરનું મુખ્ય તાળું અને અંદરનું લોક પણ તૂટેલું હતું. જેથી તેઓએ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

પહેલા પાછળની ગ્રીલની બારી તોડવાનો પ્રયાસ
ચોરી કરતા પહેલા આ ચડ્ડી બનિયાનધારીઓએ આગળનાં ભાગે લાઈટનું અજવાળું હોય પાછળનાં ભાગે આવેલી લોખંડની ગ્રીલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીલ તોડી નાંખી હતી પરંતુ ત્યાં પ્લાય મુકીને બંધ કર્યું હોય પ્રવેશ શક્ય ન બનતા આખરે આગળની શટરનું લોક તોડયુ હતું. બાદમાં કાચનાં સ્લાઈડરનું તાળું હોય તેને પણ કોઈ સાધન વડે તોડીને પ્રવેશ કર્યો હતો.

નવસારી-બારડોલી રોડ વિસ્તાર ચોરી-લૂંટ માટે સોફ્ટ ટાર્ગેટ
નવસારીનાં હાઈવેને અડીને આવેલો રસ્તો જે બારડોલી તરફ જાય છે તે ચોર અને લૂંટારુઓ માટે સોફ્ટ ટાર્ગેટ બન્યો છે. જેમાં છ માસ પહેલા બારડોલી રોડ પર આવેલા ભટ્ટાઇ ગામમાં એકસાથે ચાર જેટલા ઘરોમાં વાહનોમાં આવેલા સાતથી આઠ જેટલા ચોરટાઓએ નિશાન બનાવ્યા હતા. જેમાં એક પરિવારને બંધક બનાવીને લાખો રૂપિયાની લૂટ કરી ભાગી છુટ્યા હતા. તે પછી કબીલપોર અને ચોવીસી વિસ્તારમાં પણ છથી વધુ ઘરોને નિશાન બનાવીને લૂંટ કરી હોવાના બનાવો પણ બન્યા હતા.

ગત રાત્રે દંડેશ્વર વિસ્તારમાં પણ ચોરી
નવસારીના બારડોલી રોડ પર આવેલ દંડેશ્વર ગામ પાસે રસ્તાની બાજુમાં આવેલા દિનેશભાઈ રાજપૂતની રો મટિરિયલ (ઈંટનાં ભઠ્ઠાની રાખ અને કુશકો) થેલીમાં પેક કરીને ભરીને અન્ય કંપનીમાં મોકલવાની ફેક્ટરી આવેલી છે. જેનાં ગોડાઉનમાં મુકેલ સામાન ચોરટાઓ છોટા હાથી ટેમ્પો, મશીનરી અને અન્ય સામાન મળી અંદાજે રૂ. 2થી 2.50 લાખની ચોરી કરી ગયાની માહિતી મળી છે. જો કે આ ઘટનાની ફરિયાદ હજુ નોંધાઈ ન હતી.

હજુ શિયાળો જામ્યો નથી ત્યાં
મોટાભાગે ચોરીની ઘટના શિયાળાની ઋતુ દરમિયાન થતી હોય છે. ઠંડીના કારણે લોકો વહેલા સુઈ જતા હોય છે ત્યારે તસ્કરો હાથ અજમાવતા હોય છે. નવસારીમાં શિયાળાની ઠંડીનો અનુભવ થયો નથી અને ચોરીની ઘટના બનવાની શરૂઆત થતા પોલીસની ચિંતામાં વધારો થયો છે.

નવસારીમાં મધરાતે ચડ્ડી બનિયાનધારી ત્રાટક્યા દુકાનનું શટર ઊંચકી 1.41 લાખ રોકડા ચોરી ગયા

Share Your Views In Comments Below