નવસારીની એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શહેરની મુખ્ય શાકમાર્કેટમાં હાનિકારક પ્લાસ્ટિક ભેગુ કરી તેની જગ્યાએ કાપડની થેલીનું વિતરણ કર્યું હતું. સાથે સાથે માર્કેટમાં સાફસફાઈ કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.

હાલ સરકાર સ્વચ્છતા જાળવવા ઉપરાંત હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ રોકવાનું આહવાન કરી રહી છે. પાંચ હાટડી વિસ્તરમાં આવેલી સર જે.જે. સ્કૂલના વિદ્યાર્થીઓ એક નેક કામ માટે શાળાથી રેલી આકારે દૂધિયા તળાવ શાકમાર્કેટ પહોંચ્યા હતા. માર્કેટ પહોંચી સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો વપરાશ રોકવા બેનરો દર્શાવી સૂત્રોચ્ચાર કરી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

માર્કેટમાં વેપાર કરનારાઓ પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ લઈ તેની જગ્યાએ કાપડની થેલીનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત માર્કેટમાં ગંદકી હોઈ છે ત્યાં સફાઈની કામગીરી કરી સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું.

જૂના કપડામાંથી થેલી બનાવી
સર જે જે ના વિદ્યાર્થીઓએ માર્કેટમાં પ્લાસ્ટિકની જગ્યાએ જે થેલીઓ વિતરિત કરી તે પણ મહેનતથી તૈયાર કરી હોવાનું જાણવા મળ્યું છે.જુના કપડાં ભેગા કરી તેમાંથી થેલીઓ બનાવવામાં આવી હતી અને તે આપવામાં આવી હતી.

સર જે.જે. સ્કૂલના વિદ્યાર્થીઓનું શાકમાર્કેટમાં પ્લાસ્ટિક વિરોધી અભિયાન

Share Your Views In Comments Below