મહાત્મા ગાંધીજીની સાર્ધ શતાબ્દીની ઉજવણી અંતર્ગત સરકારે આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોની ઘોષણા કરી હતી જે પૈકીનાં મોટા ભાગનાં કાર્યક્રમો સંપન્ન થયા છે. મહાત્માની સાર્ધ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ઐતિહાસિક દાંડી સ્મારકનો આશરે રૂ. 100 કરોડથી વધુ રકમ ખર્ચીને વિકાસ કરવામાં આવ્યો છે. આ દાંડી સ્મારકનું ગાંધી નિર્વાણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ એ પ્રસંગે દાંડી સ્મારકને તીર્થસ્થાન તરીકે ઓળખાવ્યું હતું.

દેશ-વિદેશના ગાંધીપ્રેમીઓ આ તીર્થસ્થાનની મુલાકાતે આવશે એવો આશાવાદ એ વખતે તેમણે વ્યક્ત કર્યો હતો. જોકે આ ઐતિહાસિક સ્મારકની સહેલાણીઓ સરળતાથી મુલાકાત લઈ શકે તે માટે જરૂરી માળખાગત સુવિધાઓ ઊભી કરવાનું શાસકો ભૂલી ગયા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.

કોઈપણ ઐતિહાસિક સ્મારક, તીર્થ કે ધાર્મિક સ્થાન સુધી પહોંચવા માટે હાઈવે, રેલવે તથા હવાઈ માર્ગની સુવિધા હોવી કે ઊભી કરવી એ પ્રથમ અનિવાર્યતા છે. ઐતિહાસિક દાંડી સ્મારક સુધી પહોંચવા માટે હાલમાં હવાઈ માર્ગની સુવિધાની ચર્ચા અસ્થાને છે. ગાંધીજીના નમક સત્યાગ્રહનો સાક્ષાત્કાર કરાવતા દાંડી સ્મારક સુધી પહોંચવા માટેનો સુવિધાજનક તથા આદર્શ પહોળાઈ ધરાવતો માર્ગ હોવો જરૂરી છે.

સાબરમતી આશ્રમથી દાંડી સુધી મહાત્મા ગાંધીએ કૂચ કરી હતી એ માર્ગને હેરિટેજ માર્ગ ઘોષિત કરવામાં આવ્યો હતો. હાલમાં પણ એ દિશામાં કોઈ જ પ્રગતિ થઈ નથી. આ હેરિટેજ માર્ગ ઉપર નેશનલ હાઈવે નં. 228નાં પાટિયા હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા મૂકીને કામગીરી કરી હોવાનો સંતોષ માન્યો છે.

વધુમાં દેશ-વિદેશથી આવતા ગાંધીપ્રેમીઓ તથા સહેલાણીઓ રેલમાર્ગે નવસારી પહોંચી શકે તે માટે લાંબા અંતરની ઘણી ટ્રેનોનાં સ્ટોપેજની નવસારી સ્ટેશન માટે ફાળવણી કરવી જોઈએ, પણ એવું કહેવાય છે કે કોઈપણ પક્ષની સરકાર હોય નવસારે રેલવે સ્ટેશન માટે હંમેશા ઓરમાયો અભિગમ જ રહ્યો છે. નવસારીના સાંસદ સી. આર. પાટિલ પણ નવસારે સ્ટેશને વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અપાવવામાં અત્યાર સુધી નિષ્ફળ જ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનને હાઈ-ફાઈ બનાવવાની ઘણી ચર્ચાઓ તથા પ્રયત્નો થાય છે અને થઈ રહ્યા છે. સુરત સ્ટેશન માટે તો બીજા સાંસદો પણ છે. જ્યારે નવસારે સ્ટેશન માટે અવાજ ઉઠાવી શકે એવા એક માત્ર નવસાઈના સાંસદ સી. આર. પાટિલ જ છે. ઉત્તર ભારત, પૂર્વ ભારત તરફ નવસારી થઈને જતી-આવતી ટ્રેનોના સ્ટોપેજ જો નવસારીને મળે તો ઐતિહાસિક દાંડીની મુલાકાતે આવનાર સહેલાણીઓ-પ્રવાસીઓ વગેરેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. પરિણામે સ્થાનિક કક્ષાએ રોજગારીની તકોમાં પણ વધારો થશે.

પેટ્રોલ-ડીઝલ પંપ તથા સારી હોટલો પણ જરૂરી
દાંડી સ્મારકની સડક માર્ગે મુલાકાતે જતાં પ્રવાસીઓની લાગણી છે કે વિજલપોરથી દાંડી તરફ જતાં વિજલપોર ખાતે એક પેટ્રોલ-ડીઝલ પંપ છે. જ્યારે એરુ થી દાંડી સુધીના માર્ગ ઉપર એક પેટ્રોલ-ડીઝલ તથા ગેસ પંપ હોવો જોઈએ. દાંડી સ્મારક તથા દાંડીના દરિયાકિનારાની મુલાકાતે આવતા સહેલાણીઓ માટે માર્ગમાં ચા-નાસ્તો તથા ખાવા પીવાની સુવિધાયુક્ત હોટલો હોવી જોઈએ. દૂરથી આવતા પ્રવાસીઓ રાતવાસો કરી શકે અથવા બે-ત્રણ દિવસ રોકાઈ શકે એવા પ્રવાસન નિગમનો વાજવી દરની હોટલો હોવી જોઈએ. પણ દાંડીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં ગુજરાત પ્રવાસન નિગમ સદંતર નિષ્ફળ રહ્યું છે.

ગણેશ સિસોદરાથી દાંડી સુધી 18 મીટર પહોળો માર્ગ શક્ય
નેશનલ હાઈવે નં. 48 ઉપર ગણેશ સિસોદરાથી એક રસ્તો ઈટાળવા, હાંસાપોર ફાટક, એરુ થઈને દાંડી તરફ જાય છે. નેશનલ હાઈવેથી એરુ સુધીનો રસ્તો 18 મીટર પહોળાઈનો બનાવવાવી નુડાના વિકાસ પ્લાનમાં દરખાસ્ત થઈ છે. જો એરુ સુધી 18 મીટર પહોળાઈનો રસ્તો બનવાનો હોય તો પછી એરુથી દાંડી સુધીનો 18 મીટર પહોળાઈ રસ્તો કેમ ન બનાવી શકાય? આ કામગીરી પાર પાડી શકે પરંતુ એ માટે સ્થાનિક ધારાસભ્યોમાં ઈચ્છા શક્તિ હોવી જોઈએ. જો ગણેશ સિસોદરાથી દાંડી સુધીનો માર્ગ 18 મીટરની પહોળાઈનો બની જાય તો આ માર્ગ ઉપર આની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી શકાશે.

દાંડી સ્મારક: રસ્તા સહિતની અનેક સુવિધાઓનો અભાવ

Share Your Views In Comments Below