નવસારી શહેરમાં પતંગ ચગાવવામાં પતંગરસિકો નિરસ-અગાસી દરેક જગ્યાએ ફૂલ દેખાતી હતી. પવન હોવા છતાં આકાશમાં પતંગની સંખ્યા ઓછી. ડીજે પર નૃત્ય અને નાસ્તો કરી રજા અને મકરસંક્રાંતિની મજા માણી હતી. નવસારીમાં બે તહેવાર જોરશોરથી ઉજવાય છે તેમાં દિવાળી અને મકરસંક્રાંતિ વખતે દિવાળીમાં લોકો ઓછા ફટાકડા ફોડ્યા સાથે મકરસંક્રાંતિમાં જોઇએ એટલો ઉત્સાહ જોવા મળ્યો ન હતો.

સવારે ૬ વાગ્યાથી નવસારીમાં મોટા ભાગની અગાસીઓમાં પતંગ રસિકો ચઢી જઇને પતંગ ચગાવવા માંડતા હતાં. આ વખતે એવું જોવા મળ્યું ન હતું. અમુક જગ્યાએ અગાસીમાંથી પતંગ ચગ્યા પર પ્રમાણમાં ઘણા ઓછા જોવા મળ્યા હતાં. સાંજે ચાર વાગ્યા બાદ સમગ્ર ઘરોની તેમજ એપાર્ટમેન્ટની અગાસીઓ ફૂલ હતી પણ આકાશમાં પતંગોની સંખ્યા ગત્‌ ઉતરાણ જેટલી જોવા ન મળી.

અત્રે ઉલ્લેખનીય એ છે કે સવારથી પવન દેવ પ્રમાણમાં મહેરબાન હતાં. દર વખતે પવન ના હોવાથી પતંગરસિકો નારાજ હતાં. આ વખતે મંદીનાં માર અને પતંગનો ભાવ આસમાને હોવાથી પતંગરસિકોએ પતંગ ચગાવવામાં થોડી કંજુસી દાખવી હતી. આમ જોઇએ તો આકાશ જેનું વિહાર ધામ છે તેવા પક્ષીઓને ઓછી ક્ષતિ થઇ છે. નવસારીમાં ચામાચીડિયાની સંખ્યા અધિક છે અને સાથે કબૂતર પણ વધુ હોય પણ નવસારી વન વિભાગમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં 52 જેટલા પક્ષીઓ પતંગની દોરીનો શિકાર બન્યા છે. જેમાં બે પક્ષીનાં મોત થયા છે. તેમાં એક ઘુવડનો સમાવેશ થાય છે.

નવસારી ક્બૂતર-ર૫, ૧ સફેદ બગલો, ૧ ઘૂવડ, બીજા ૭ પક્ષી ગણદેવીમાં ૬ કબૂતપ આમ પર પક્ષી માંથી બેનાં મોત અને ૫૦ ઇજાગ્રસ્ત થયા છે.

આમ આ વખત જોઇએ તો ગત્‌ વર્ષે ૩૫ પક્ષીઓનાં મોત અને ૨૭૦ જેટલા ઘાયલ પક્ષીઓ હતાં તે ઉપર સાબિત થાય છે કે આ વખત પતંગઓ ગગને ઓછા ચગ્યા હતા. નવસારીમાં શહેરની સ્વાદિષ્ટ વાનગીઓની મોજ અગાસીએ માણીને ઉતરાણ મનાવી હોય તેવું કહેવું ભૂલ ભરેલું નથી.

વિજલપોરવાસીને આટ ગામ પાસે પતંગની દોરીથી ગંભીર ઈજા
વિજલપોર ગામનાં ગણેશ રાજપૃત પોતાના અંગત કામ માટે ઓંજલ માછીવાડ બાઇક ઉપર ગયા હતાં. કામ પતાવી પરત ફરતી વેળા આટ ગામ નજીક એક પતગની દોરી કપાળના ભાગે તેમજ આખના ભાગે થઇ હતી. પ્રથમ ગામમાં પ્રાથમિક સારવાર આપી હતી તેમ છતા લોહી બંધ ન થતાં તેઓને નવસારી સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતાં. મકરસંકાંતિમાં દોરી દ્વારા ઇજાગ્રસ્ત ફક્ત આ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પવન હોવા છતાં ઓછા પતંગોથી નવસારીમાં આકાશ ખાલી ખાલી

Share Your Views In Comments Below