નવસારીમાં સ્ટેશન પાસે આવેલી હોટલમાં રાત્રે "મારું નામ લઈ ને આવે તેને સિગારેટ માંગે તો આપી દેવાનું જેવા શબ્દો બોલીને હોટલ સંચાલકોને ધમકાવવાનો પ્રયાસ કર્યા બાદ હોટલ પાસે પરત આવીને હોટલનાં કર્મચારીઓને ચાર યુવાનો એ ભેગા મળી માર મારતાં એકનું માથું ફૂટ્યું હતું. આ ઘટનાની જલાલપોર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ માર મારવાના ચાર યુવાનો પૈકી બે યુવાનો વિજલપોરની પૂર્વ નગરસેવિકાનો દીકરો હોવાનું બહાર આવતાં ચકચાર મચી હતી.

વિજલપોરના મુકેશ કામતા પ્રસાદ શર્મા એ જલાલપોર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ભત્રીજા મહેન્દ્ર ભાઈ શર્માની લકી રેસ્ટોરન્ટ નામની દુકાન સ્ટેશન પાસે આવેલી છે જેમાં રાત્રીના 10 વાગ્યાના સમયે વિજલપોરના કમલ રાજપૂત, ઋતુ હિંગે, વિશાલ હિંગે, સિદ્ધુ નામના યુવાનો એ આવી સિગારેટની માંગણી કરી હતી એ વખતે એક વાર સિગારેટ પણ હોટલ સંચાલકે આપી હતી પણ બીજી વખત હોટલ સંચાલક પાસે જતા આ યુવાનોએ કહ્યું કે અમને તું ઓળખતો નથી. અમારું નામ લઈ ને આવે તો સિગારેટ આપી દેવાની "તેમ જણાવીને બોલાચાલી કરી હતી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાર બાદ થોડી વાર પછી આ ચાર યુવાનો કાર લઈ ને દુકાન પાસે આવ્યા હતા અને લકી રેસ્ટોરન્ટના મહેન્દ્ર શર્મા સાથે બોલાચાલી કરીને ઢીક્કામુક્કીનો માર માર્યો હતો.

મારું નામ લઈને આવે તો સિગારેટ આપી દેવાની હોટલ સંચાલકને ખુલ્લી ધમકી

Share Your Views In Comments Below