ગુજરાત રાજયમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સી.સી. ટી.વી.કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગુનાઓ ઘટાડવા, બનેલા ગુના શોધી કાઢવા અને ટ્રાફિક વ્યવસ્થાપન ઉપયોગી બનશે. આ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નવસારી/વિજલપોર શહેરમાં કુલ-૨૫ સી.સી. ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નવસારી/વિજલપોર શહેરમાં લગાવેલા સી.સી.ટી.વી.કેમેરાના જંકશનથી ૩૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વાહન કે અન્ય વસ્તુઓ પાર્ક નહિ કરી શકે તે માટે “નો પાર્કિંગ' વિસ્તાર જાહેર કરવા અંગેની જાહેરનામું બહાર પાડવામાં આવશે. નવસારી-વિજલપોરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ-૨૫ જંકશન ઉપર સી.સી. ટી.વી. કેમેરા ફીટ કરવામાં આવ્યાં છે.

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સતત વસ્તીમાં વધારો થાય છે. તેમજ સતત નવો વિસ્તાર વિકસતો રહેતો હોય છે. મુખ્ય શહેરના રસ્તાઓ સાંકડા છે જેથી આ રસ્તાઓ ઉપર ગતિ મર્યાદા નકકી કરવી જરૂરી છે. ગતિ મર્યાદા નકકી કરવાથી અકસ્માતો ઘટાડી શકાય તેમજ શહેરના નાગરિકો, સ્ત્રીઓ, બાળકોને સંભવિત અકસ્માતોથી બચાવી શકાય.

જે અંતર્ગત નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે રપ જંકશનથી ૩૦ મીટરની ત્રિજયામાં કોઇપણ ખાનગી વાહનોના પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં મોટર વ્હીકલ રૂલ્સ મુજબ ૩૫ ફૂટથી અંદરની પહોળાઇના માર્ગો ઉપર વાહનોની સ્પીડ લીમીટ પ્રતિ કલાક ૨૦ કિ.મી. છે. મોટર વ્હીકલ રૂલ્સ મુજબ ૩૫ ફૂટથી ઉપરના પહોળા માર્ગ ઉપર વાહનની સ્પીડ લીમીટ પ્રતિ કલાક ૪૦ કિ.મી. છે.

કાલિયાવાડીથી વિરાવળ તથા જુનાથાણા ઇટાળવા માર્ગ સ્ટેટ હાઇ-વે સમાવિષ્ટ હોય તે માર્ગો ઉપર વાહનની સ્પીડ પ્રતિ કલાક ૪૦ કિ.મી.છે.

ખાનગી વાહનો માટે “નો પાકિંગ ઝોન'
નવસારીમાં સી.સી.ટી વી. કેમેરા જંકશનો કાલિયાવાડી ચાર રસ્તા, કલેકટર અને પ્રાંત ઓફિસ પાસે, સુર્યમ બંગ્લો, રેલ્વે સ્ટેશન સર્કલ (પુર્વ), ગોલવાડ પોલીસ ચોકી, લુન્સીકુઇ લાયન્સ સર્કલ, પ્રજાપતિ આશ્રમ ચાર રસ્તા, તીઘરા ત્રણ રસ્તા, વિરાવળ ટ્રાફિક પોઇન્ટ (જુના જકાતનાકા) રીંગરોડ સહિત, ટેકનીકલ સ્કુલ છાપરા રોડ, (વલ્લભ એસ્ટેટ), એસ.ટી.ડેપો, સર્કિટ હાઉસ સર્કલ, કુવારા (જયુબેલી બાગ), કે.કે.બેકરી નગરપાલિકાની સામે, શહિદ ચોક સર્કલ ત્રણ રસ્તા, જુનાથાણા સર્કલ (ઇન્દિરા ગાંધીની પ્રતિમા), ટાવર ટ્રાફિક પોઇન્ટ, સિંધી કેમ્પ ત્રણ રસ્તા, આશાનગર સર્કલ, સાંઢકુવા પોલીસ ચોકી, અશોકા ટાવર પાસે, મગનભાઇ કાસુન્દ્રા ચોક, શાંતાદેવી રોડ, આંબેડકર ચોક લુન્સીકુઇ ( પરિક્રમા એપાર્ટમેન્ટ), સ્વામી વિવેકાનંદ સર્કલ (બેંક ઓફ ઇન્ડિયા), ચાંદની ચોક, દુધિયાતળાવ, સયાજી રોડ, લાયબ્રેરી ત્રણ રસ્તા, શુશ્રુષા હોસ્પિટલ ત્રણ રસ્તા, નવસારી ખાતે લગાડવામાં આવેલા છે. આ વિસ્તારોને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હવે નવસારીમાં ઝડપી વાહન ચલાવશો તો ભેરવાશો: 25 જંકશન ઉપર CCTV કેમેરા લાગ્યા

Share Your Views In Comments Below