નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક પછી એક 6 જેટલી બાઈક ચોરીના ગુનાને અંજામ આપનાર શખ્સને ઝડપી પાડી બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ સમક્ષ આરોપીએ બાઈક ચોરીની કબૂલાત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીના એસ.પી.ડો.ગિરીશ પંડ્યા અને ડીવાયએસપી એસ.જી.રાણા નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ કીર્તિપાલસિંહ પુવાર ને નવસારી અને જિલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવા સૂચના આપી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એ દિશામાં તપાસ શરૂ કરી હતી.

એ દરમિયાન હે.કો.સુનિલસિંહ અને કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરને બાતમી હતી કે નવસારીમાં મોટરસાયકલની ચોરી કરી ફરાર થઈ જનાર ટોળકી સક્રિય થઇ છે. નવસારી ટોઉન વિસ્તારમાં બાઇકની ઉઠાંતરી કરી હતી.તે શખ્સ રૂકલા ચૌહાણ(મૂળ અલીરાજ પૂર, મધ્યપ્રદેશ) નવસારીમાં વિરાવળ જકાત નાકાથી રંગૂન નગર તરફ જઈ રહ્યો છે. એ બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો હતો.

પોલીસે તેની પૂછતાછ કરતા તેને અન્ય પાંચ મળી કુલ 6 જગ્યાએથી બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. નવસારી ટાઉનમાંથી 2, વિજલપોરમાંથી 1 તેમજ સુરત અને વડોદરામાંથી 1-1 બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આથી પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

નવસારીમાં બાઈક ચોર ઝડપાયો, 6 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

Share Your Views In Comments Below