કબીલપોરનાં વાઘાવાડી ખાતે આવેલી સોસાયટીમાં જમીન લે-વેચનાં ધંધા સાથે સંકળાયેલા 21 વર્ષીય યુવકે પોતાના દાદાના જન્મ દિવસે જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, જે બાબતે પોલીસ તપાસમાં આ યુવાને નવસારીનાં બે વ્યાજનો ધંધો કરનારા પાસે નાણા વ્યાજે લીધા હતા તે આપી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતા હોય તેને લઇ તેજસ પટેલે આપઘાતનું પગલું ભર્યું હોવાની ફરિયાદ તેજસનાં પિતા એ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે આપી હતી. પોલીસે તેજસ નાં આત્મ હત્યાની દુષ્પ્રેરણા આપનાર 8 લોકો સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટ કરી રહ્યા છે.

કબીલપોર વાઘાવાડીમાં આવેલી સૂર્ય દર્શન સોસાયટીમાં રહેતા હસમુખ જેરામ પટેલનો પુત્ર તેજસ પટેલ જમીન લે વેચ અને દલાલીનાં ધંધા સાથે સંકળાયેલો હતો. તેણે તા.1 જાન્યુઆરીનાં રોજ 8 વાગ્યે પોતાના દાદાનાં જન્મ દિવસે જ પોતાના રૂમમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વ્યાજનાં નાણા લીધા હતા અને પરત પણ કર્યા હતા પણ વધુ નાણા લેવા માટે દબાણ કરતા અને ત્યાર બાદ ઉઘરાણી કરી ને તેમના પુત્ર આપઘાત કરે તેવી પરિસ્થિતિ ઉભી કરી હોઈ ઉપરોક્ત વ્યાજ ખોરોના પરીવાર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

આ લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ
નીરાલી શાહ (રહે ગણેશ સિસોદ્રા) પાસે રૂ.18 લાખ લીધા હતા. તેજસે રૂ.20 લાખ ચૂકવી દીધા હોવા છતાં નાણા બાકી છે. તેમ કહી તેના ઘરે નિરાલી શાહ તેની પુત્રી અને પુત્ર અને જમાઈ(સિસોદ્રા ), વેવાઈ (સુરત) સહિત 6 વિરૂદ્ધ નાણા બાકી હોય અવારનવાર બાકી નાણા ચૂકવી દો નહિતર સોસાયટીમાં આવેલ મકાન અમારા નામે કરી દો તેમ જણાવી ત્રાસ આપતા હોવાનું તો રાણા ભરવાડ અને તેનો પુત્ર વિવેક ભરવાડ (લુન્સીકુઈ)ને વ્યાજનાં રૂપિયા ચૂકવી દીધા હતા છતાં તેને બીજા નાણા લેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

પોલીસની ધીમી કામગીરી બદલ કર્મચારીની બદલી કરાઈ હોવાની ચર્ચા
તેજસ પટેલે વ્યાજનાં નાણા આપી દીધા હોવા છતાં બે વ્યાજખોર દ્વારા ત્રાસ આપતા હોવાની ફરિયાદ ગ્રામ્ય પોલીસમાં કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. પોલીસે ધીમી તપાસ કરતા તેજસ પર દબાણ આવ્યું હોય અને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હોય અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરતા પોલીસકર્મીની શિક્ષાત્મક બદલી કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.

યુવાનના આપઘાત કેસમાં નવો વળાંક, આઠ સામે આત્મહત્યાનાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

Share Your Views In Comments Below