નવસારીમાં શિયાળા ની શરૂઆત થઈ છે ત્યારે સપ્તાહ પહેલા તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે શનિવારે તાપમાનનો પારો ગગડીને 7 ડિગ્રીએ પહોંચી જતા નવસારીમાં હિલ સ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. લોકોએ ગરમ કપડા અને દિવસ દરમિયાન પણ તાપણા કરી ઠંડીનો સામનો કરતા જોવા મળ્યા હતા. જો કે ધુમ્મસને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી.

નવસારી કૃષિ યુનિવર્સિટીથી પ્રાપ્ત વિગત મુજબ આજે શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી અને મહતમ તાપમાન 26.5 ડિગ્રી જોવા મળ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 95 ટકા નોંધાયું હતું અને પ્રતિ કલાકે 3 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતા. નવસારીમાં શહેરીજનોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રો દિવસભર પહેરેલા જોવા મળતા હતા અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો દિવસે પણ તાપણાનો સહારો લેવો પડ્યો હતો.

સમગ્ર શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. દિવસભર ધુમ્મસ પણ જોવા મળ્યું હતું, જેના કારણે હાઈવે ઉપર વાહનચાલકો પણ વાહનો ધીમે હંકારતા જોવા મળતા હતા. નવસારીમાં ગરમ પીણાની દુકાનો ઉપર ભીડ પણ જોવા મળતી હતી. આ ધુમ્મસને કારણે ખેડૂતોને ફળ, ફૂલ અને શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરી હતી.

અત્યાર સુધીમાં સૌથી નીચું રહેલ તાપમાન

એક સપ્તાહ ઠડીનું પ્રમાણ રહેશે
હાલમાં ઉત્તર ભારતમાં વરસાદ અને બરફ પડવાની સંભાવના વાતાવરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેને કારણે ફૂંકાતા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધુ આ સપ્તાહમાં રહેવાની સંભાવના છે. એકાદ ડિગ્રીમાં વધારો ઘટાડો થશે પણ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ આવું જ રહેશે. - ડો.નિરજકુમાર, હવામાનશાસ્ત્રી, નવસારી કૃષિ યુનિ.

ધુમ્મસને કારણે ખેતી પાકને નુકસાનની ભીતિ
જિલ્લામાં ઠડીને કારણે નહી પણ વધુ પડતા ધુમ્મસને કારણે શાકભાજીનાં ઉત્પાદનમાં ઘટાડો થાય, ફૂલમાંથી ફળ બને તેવા પાકને ધુમ્મસને કારણે નુકસાન થાય. જેમાં શાકભાજીનાં ભાવોમાં વધારો થાય. આ વર્ષે ચોમાસા અને ત્યારબાદ પણ ઉભી થયેલ પરિસ્થિતિને પગલે ખેડૂતોને નુકસાન થયું હતું. - પિનાકીન પટેલ, ખેડૂત, સદલાવ

છેલ્લા અઠવાડિયાનું લઘુત્તમ તાપમાન

નવસારીમાં પારો 2.5 ડિગ્રી ગગડ્યો તાપમાન 7 પર પહોંચતા લોકો ઠુંઠવાયા

છેલ્લા અઠવાડિયાનું લઘુત્તમ તાપમાનShare Your Views In Comments Below