સળંગ ૫૦ વર્ષ સુધી એક જ હોસ્પિટલમાં એકધારી સર્જન અને સીએમઓ તરીકે સેવા આપનાર ડો. દયાનંદ હરગોવન રાઠોડે તા. ૧લી જાન્યુઆરીએ ચિર વિદાય લેતા નવસારી વિભાગના તબીબી ક્ષેત્રના ઇતિહાસના એક સુવર્ણકાળનો અંત આવ્યો છે. એમની કારકિર્દી દરમિયાન લાખો ઓપીડી દર્દીઓને સારવાર આપવા સાથે ૪પ હજારથી વધુ ઓપરેશન કર્યા હતા.

નવસારીનાં ધર્મપ્રેમી પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મેલા ડો. દયાનંદ રાઠોડના પિતા હરગોવન રાઠોડનો વિરાવળ સ્મશાનભૂમિના વિકાસમાં સિંહફાળો રહ્યો હતો. આજે પણ સ્મશાનભૂમિના પ્રેવશદ્વાર પાસે તેમની પ્રતિમાના દર્શન થાય છે. મુંબઇ ની ગ્રાંટ મેડિકલ કોલેજમાંથી ૧૯૫૪માં તેમણે એમબીબીએસની પદવી મેળવી ૧૯૬૦માં એફઆરસીએસના અભ્યાસ માટે યુ.કે. એડિનબર્ગ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.

તેમના પિતાએ તેમને સ્વદેશ પરત આવીને દેશબાંધવોની સેવા કરવાની શરત સાથે વિદેશ અભ્યાસ કરવા મોકલ્યા હતા.૧૯૬૩માં એકઆરસીએસની પદવી મેળવી તેઓ પરત વતન ફર્યા હતા. ૧૬ જુલાઇ ૧૯૬૪ના રોજ તેઓ નવસારીની દાબુ હોસ્પિટલમાં સર્જન તરીકે જોડાયા બાદ વર્ષ ૨૦૧૪-૧૫ સુધી તેઓ દાબુ હોસ્પિટલમાં જ કાર્યરત રહ્યા હતાં.

દાબુ હોસ્પિટલનાં પર્યાય બની ચૂકેલા ડો. દયાનંદ રાઠોડ કહેતા કે આજની જેમ લોહી, પેશાબનાં અધાતન પરીક્ષણો, સોનોગ્રાફી, સીટીસ્કેન વગેરે ન હતા ત્યારે ક્લિનિકલ જજમેન્ટને આધારે જ નિર્ણય લઇ ઓપરેશન કરવા પડતા હતાં. એમના સમયમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સર્જરી ક્ષેત્રે એફઆરસીએસની પદવી ધરાવતા સર્જનો ખૂબ ઓછા હતા.

તેમનો પુત્ર ડો. વિપુલરોય, પુત્રીઓ ડો.બીના તથા ડો. ધર્મિષ્ઠા પિતાના પગલે ચાલે છે ડો. વિપુલરોય રાઠોડ સમગ્ર એશિયામાં એન્ડોસ્કોપી સર્જરીના પાયોનિયરોમાંના એક છે.

નવસારી પંથકના સેવાભાવી તબીબ ડો. દયાનંદ રાઠોડની ચિર વિદાય

Share Your Views In Comments Below