નવસારી નજીક કબીલપોરમાં તાજેતરમાં બનેલી આત્મહત્યાની ઘટનામાં વ્યાજખોરીની સમસ્યા કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. કબીલપોર, નવસારી અને વિજલપોરમાં બેફામ બનેલા વ્યાજખોરો સામે પોલીસતંત્ર કેમ લાચાર? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.બીજી તરફ મજબૂરીવશ વ્યાજે નાણા લેનારાઓ વ્યાજખોરોના મનસ્વીપણા સામે અવાજ ઉઠાવે તે પણ જરૂરી બન્યું છે.

નવસારી શહેરની આજુબાજુના વિસ્તારોમાં વ્યાજખોરોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. ૩ ટકાથી ૧૦ ટકા વ્યાજ લઈ નાણા ધીરતા લોકો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કેમ નથી થતી? તેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે. હાલ કબીલપોરના વાઘાવાડી વિસ્તારમાં આવેલી સૂર્યદર્શન સોસાયટીમાં તેજશ પટેલ નામના ૨૧ વર્ષના યુવાને વ્યાજખોરોના આતંકથી બચવા માટે જીવન ટૂંકાવ્યું હતુ.

ત્યારબાદ પોલીસ તપાસમાં ૮ જેટલા વ્યાજખોરોના નામ બહાર આવ્યા હતા. જેમાં રાણા ભરવાડ અને તેમના પુત્ર વિવેક ભરવાડનું નામ બહાર આવ્યું છે. તેજશના પરિવારોના કહ્યા પ્રમાણે રાણા ભરવાડ પાસે જે રૂપિયા લીધા હતા. તે વ્યાજ સહિત ચુકવણી કરી દીધી હતી. તેમ છતાં તેઓની ઉઘરાણી બંધ થઈ ન હતી.

લોકમુખે ચર્ચા એવી છે કે, આત્મહત્યાના બે દિવસ અગાઉ જયશંકર પાર્ટીપ્લોટ નજીક તેજશને બોલાવીને ધમકી આપી માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પાછળ કોણ છે તે તપાસનો વિષય છે.પોલીસે તે અંગે પણ તપાસ કરવી જરૂરી છે. આ કિસ્સામાં બીજી વાત એ કે સુરતની આજુબાજુ નજીકની એક જમીન આ પરિવાર છે. તેના ઉપર આ વ્યાજખોરોની નજર હતી અને તેને અનેક વખત મકાન અતે જમીન તેઓના તામ પર નજીવી કિંમતે કરાવવા મજબૂર કરવામાં આવ્યો હતો. દેવું માથા પર વધી જતા વ્યાજખોરોના આતંકમાંથી બચવા માટે નાણા મેળવવા તેજશ કંઈ પણ કરવા તૈયાર હતો.

સૂત્રો દ્રારા મળતી માહિતી એવી મળી છે કે, જે દિવસે આત્મહત્યા કરી તે દિવસે એ જમીનનો દસ્તાવેજ કરવાનો હતો. નવસારી શહેર કબીલપોર અને વિજલપોર શહેરમાં જમીનની દલાલીમાં કમાયેલા અમુક લોકોએ હાલ મંદીના માહોલમાં ૩ ટકાથી લઈ ૧૦ ટકા સુધી વ્યાજ લઈ નાણા ધીરવાનો ધંધો શરૂ કરી દીધો છે. તેમાં તેજશ પટેલ જેવા કેટલા યુવાનો ફસાયા હશે. પોલીસતંત્રએ આવા વ્યાજખોરો સામે કાયદાની છડીનો ઉપયોગ કરી તેઓની સામે કડકાઈથી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

નવસારી-વિજલપોર પંથકમાં વ્યાજખોરીનો ધમધમતો વેપલો: અનેક ફસાયાની આશંકા

Share Your Views In Comments Below