વિજલપોર ખાતે કરિયાણાની દુકાન ચલાવતા અને ગણેશ સિસોદ્રા ખાતે રહેતા 26 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન નવસારી નજીકની એક હોસ્પિટલમાં મોત થયું હતું. જે બાદ તેના પરિવારજનોએ સારવાર કરનારા તબીબો ઉપર બેદરકારીથી મોત થયું હોય ન્યાય અપાવવા રજૂઆત કરી હતી.

નવસારીનાં ગણેશ સિસોદ્રા ખાતે રહેતા ગોપાલ માંગીલાલ શર્માએ નવસારી ગ્રામ્ય પોલીસમાં એક અરજી આપતા જણાવ્યું કે તેમનો પુત્ર કિશોરભાઈ (ઉ.વ. 26) વિજલપોર ખાતે કરિયાણાની દુકાન ચલાવતો હતો. કિશોરભાઈને 7મી નવેમ્બરે તાવ આવ્યો અને હાથ-પગ દુખવાની ફરિયાદ કરતા એક દિવસ ઘરે આરામ કર્યો હતો.

બીજા દિવસે સારું ન થતાં 8મી નવેમ્બરે સાંજે 6 વાગ્યે નવસારી નજીકમાં આવેલી એક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. તબીબની સુચનાનુસાર ટાઈફોઈડ અને ડેન્ગ્યુનો તેમણે રિપોર્ટ કઢાવ્યો હતો પરંતુ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. તેમને એક દિવસની સારવાર આપી રજા આપી દેવાઈ હતી. 9મી નવેમ્બરે તેમને ગભરાટ થતા પુનઃ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાં તેમનું એજ રાત્રિએ મોત નીપજ્યું હતું.

આ અંગે મૃતકના પિતાએ પુત્રનું મોતનું કારણ જાણવા તબીબ પાસે ગયા હતા. જ્યાં તેમને કોઈએ સરખો જવાબ આપ્યો ન હતો. તેમણે સંચાલકો પણ આ તબીબને બચાવતા હોવાનો આક્ષેપ કરી ગ્રામ્ય પીઆઈને અરજી આપીને ન્યાય અપાવવા માંગ કરી હતી.

નવસારી પંથકની હોસ્પિટલમાં બેદરકારીથી મૃત્યુનો આક્ષેપ

Share Your Views In Comments Below