નવસારીના બે મુખ્યમાર્ગ ઉપર 59 લાખના ખર્ચે નવા ડિવાઈડર બનાવવાનું કામ શરૂ કરાયું છે.

નવસારીમાં બે મુખ્ય માર્ગ ઉપર ડિવાઈડર બનાવાયા હતા, જેમાં આશાનગર સર્કલથી ચાંદની ચોક થઈ પાલિકા કચેરી સુધીનો રોડ તથા સ્ટેશનથી સાંઢકુવા થઈ ફુવારા જતા રોડનો સમાવેશ થાય છે. આ બન્ને રોડ ઉપરના ડિવાઈડર ઘણા સમયથી તૂટી ગયા હતા. ખૂબ જ નાના ડિવાઈડર તૂટી જવાથી કેટલાય વાહનચાલકો ભયજનક રીતે ડિવાઈડર ઓળંગી રહ્યા હતા. જોકે આ જર્જરિત ડિવાઈડરની જગ્યાએ નવા મોટા ડિવાઈડર બનાવવાની શરૂઆત થઈ છે.

નવસારી નગરપાલિકા કચેરી નજીકથી નવા ડિવાઈડરનું કામ શરૂ પણ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ અંદાજે 59 લાખના ખર્ચે શહેરના સ્ટેશન રોડ તથા પાલિકા કચેરીવાળા રોડ ઉપર ટીપટોપ ડિવાઈડર બનાવશે, જ્યાં નાના ડિવાઈડર છે ત્યાં બે ફૂટની પરડી ભરી ઉપર ગ્રીલ નાખશે અને જ્યાં પરડી અગાઉથી છે ત્યાં ઉપર ગ્રીલ નખાશે. આ નવા ડિવાઈડરમાં વચ્ચે વૃક્ષારોપણ પણ કરી શકાશે.

જર્જરીતની જગ્યાએ નવા ડિવાઈડરનું કામ નવસારી નગરપાલિકાએ શરૂ કર્યુ

Share Your Views In Comments Below