નવસારીમાં બનાતવાલા સ્કૂલ નજીકના માર્ગને અડીને વર્ષોથી મચ્છી વેચનારાઓના દબાણને વેચનારાઓના વિરોધ છતાં પાલિકા તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે આખરે હટાવી દીધા હતા.

નવસારીમાં બનાતવાલા સ્કૂલથી ગોહિલ હોસ્પિટલ જતા માર્ગને અડીને 25થી વધુ મહિલાઓ ઘણાં વર્ષોથી અહીં મચ્છી વેચવા બેસે છે. આ વિસ્તારમાં હોસ્પિટલો, સ્કૂલ વગેરે આવેલી હોય રોડ નજીક મચ્છી વેચનારાઓને હટાવવા જિલ્લા કલેકટરના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી થઈ હતી. જે અંતર્ગત અગાઉના કલેકટર ડો. એમ.ડી. મોડિયાએ આ મચ્છી વેચનારાઓના દબાણને દૂર કરી તેઓને અન્યત્ર જગ્યા આપવા હુકમ કર્યો હતો.

આ હુકમ અંતર્ગત સોમવારે પોણા બે વાગ્યાના અરસામાં નવસારી પાલિકાના સીઓ દશરથસિંહ સહિતનો મોટો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે મચ્છી વેચનારાઓના દબાણ દૂર કરવા સ્થળ ઉપર પહોંચી ગયો હતો. પાલિકા દબાણ દૂર કરવા સ્થળ ઉપર આવ્યાની ખબર પડતા જ મચ્છી વેચનારી બહેનો એક પછી એક સ્થળ ઉપર પહોંચી જઈ 'શાબ્દીક' વિરોધ કરી બળાપો કાઢ્યો હતો.

બે કલાક મહિલાઓ રોજીરોટી છીનવાઈ રહ્યાનો બળાપો કાઢતી રહી હતી. તે સાથે પાલિકાએ જ્યાં મચ્છી વેચનારા બેસે ત્યાં ઝડપભેર કાંટાળી ફેન્સિંગ કરી વેચવાની જગ્યા બંધ પણ કરી દીધી હતી. તંત્રએ ઉક્ત જગ્યાએ કેમેરા લગાવવાની તજવીજ પણ કરી હતી. મહિલાઓના વિરોધ છતાં પાલિકા તંત્રને દબાણ હટાવી જગ્યા 'બંધ' કરવામાં સફળતા મળી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાએ કલેકટરના હુકમ અંતર્ગત આ મચ્છી વેચનારાઓને ગધેવાન મચ્છીમાર્કેટ નજીકની જગ્યા ફાળવી છે. જોકે ત્યાં જવાનો ઈન્કાર વેચનારા કરી રહ્યા છે. આજે જોકે વેચનારા તથા તેમની સહાનુભૂતિ રાખનારા 'યોગ્ય' જગ્યા ફાળવવા રજૂઆત કરતા રહ્યા હતા.

બે કોંગી નગરસેવકો મહિલાઓની વહારે
પાલિકા તંત્રની કાર્યવાહી વખતે શાસકપક્ષના એકાદ સભ્યને બાદ કરતા કોઈ દેખાયું ન હતું. જોકે વિપક્ષ કોંગ્રેસના બે નગરસેવકો પિયુષ ઢીમ્મર અને મેહુલ ટેલર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. તેઓએ કહ્યું કે મચ્છી વેચનારી મહિલાઓને જે રીતે હટાવાઈ તે યોગ્ય નથી. સરકારની વેન્ડર્સ માર્કેટની નીતિ સાથે પણ આ બાબત સુસંગત ન હોવાનું જણાવ્યું હતું.

ભૂતકાળમાં નવાસરી પાલિકાને અનેકવાર નિષ્ફળતા મળી છે
પાલિકાએ બનાતવાલા સ્કૂલ નજીક મચ્છી વેચનારાઓને અનેક વખત હટાવવા પ્રયાસ કર્યો હતો. જોકે નિષ્ફળતા જ મળી હતી. ઉગ્ર વિરોધને કારણે પાલિકા તેઓને હટાવી શકી ન હતી, પાલિકા સ્ટાફે ભાગવું પડ્યું હતું. જોકે આ વખતે પાલિકાએ પૂરતી તૈયારી કરતા સફળતા મળી હતી.

કલેકટરે અનેક વખત હુકમો કર્યા
મચ્છી વેચનારના દબાણને હટાવી વૈકલ્પિક જગ્યા આપવાનો હુકમ કલેકટરે ફરિયાદ નિવારણમાં એક વખત જ કર્યો ન હતો. ત્રણેક વખત કર્યો હતો. આમ છતાં એક યા બીજા કારણે છેલ્લા એક-દોઢ વર્ષમાં દબાણ હટાવી શકાયું ન હતું. જોકે કહેવાય છે કે ઉપરથી દબાણ ખૂબ વધતા આ વખતે પાલિકાએ વેચનારાઓને હટાવવા જ પડ્યા.

પરિવાર આજ ધંધા પર નિર્ભર છે, ખાઈશું શું?
અમે સાંજે 4 કલાક વેપાર કરીએ છીએ. મારો છોકરો બિમાર, દિવ્યાંગ છે, દવાના પૈસા ક્યાંથી લાવીશ અને ખાઈશું શું? અમે આજ ધંધા પર નિર્ભર છે, વર્ષોથી અહીં ધંધો કરતા હોઈ ખોટી રીતે હટાવાયા છે. - રેખાબેન કહાર, મચ્છી વેચનાર મહિલા

અમે કલેકટરના હુકમનું પાલન કર્યું છે
મચ્છી વેચનારાને અહીંથી હટાવવાનો કલેકટરે ફરિયાદ નિવારણમાં હુકમ કર્યો હતો. અમે હુકમનું પાલન કરી રહ્યા છે. - દશરથસિંહ ગોહિલ, સીઓ, નવસારી પાલિકા

કેમેરા, વૃક્ષારોપણ અને બોર્ડ લગાવી દેવાયા
મચ્છી વેચનારાની જગ્યાએ પાલિકાએ તાબડતોડ ફેન્સિંગ કરવાની સાથે વૃક્ષારોપણ કરી દીધુ હતું. સાથોસાથ પાલિકાએ જાહેર સૂચના આપતા બોર્ડ પણ મૂકી દીધા હતા. ઉપરાંત 3 સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે.

વિરોધને કારણે પોલીસ બંદોબસ્ત સાથે નવસારીમાં મચ્છી વેચનારાના દબાણને પાલિકાએ હટાવી દીધાં

Share Your Views In Comments Below