નવસારી સિવિલ હોસ્પિટલમાં બાળકો માટેના વિભાગમાં તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો અભાવ હોવાથી 77 નવજાત શિશુઓને ગંભીરાવસ્થામાં સુરત અથવા અમદાવાદ સુધી રીફર કર્યા હતા. જે પૈકી 24 નવજાત શિશુઓને સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સુવિધાના અભાવે પૂરતી સારવાર મળતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. ગરીબોની જીવાદોરી સમાન સરકારી હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોને સુવિધાના અભાવે સારવાર ન મળતા તેને રીફર કરાતા હોય છે. તો કેટલાક ઇજાગ્રસ્તોએ જીવ પણ ગુમાવવો પડે છે. ત્યારે હાલ સરકારી હોસ્પિટલોમાં બાળ મરણના આંકડાઓ પ્રકાશમાં આવ્યા છે. જેના પગલે ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવ્યો છે.

નવસારી સિવિલ હોસ્પિટલમાં રોજબરોજના અલગ-અલગ તાલુકાઓ અને ગામના દર્દીઓ સારવાર કરાવવા આવે છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર મળી રહે એ માટે સુવિધાઓ પણ છે. અને બાળકો માટે અલાયદો વિભાગ પણ બનાવવામાં આવ્યો છે. અને સુવિધાઓ પણ છે. પરંતુ કેટલાક નવજાત શિશુઓની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર રાખવાની જરૂરિયાત ઉભી થાય છે. ત્યારે હોસ્પિટલમાં વેન્ટિલેટરના અભાવે નવજાત શિશુઓને ગંભીર અવસ્થામાં સુરત અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવા પડે છે.

મળતી માહિતી મુજબ ગત વર્ષે નવસારી સિવિલ હોસ્પિટલમાં 0 થી 1 વર્ષના 674 નવજાત શિશુઓને સારવાર અર્થે દાખલ કર્યા હતા. જે પૈકી 560, નવજાત શિશુઓને સારવાર આપ્યા બાદ સ્વસ્થ થતા રજા આપી દેવાઈ હતી. પરંતુ 77 જેટલા નવજાત શિશુઓને વધું સારવારની જરૂરીયાત જણાતા તેઓને ગંભીરાવસ્થામાં સુરત અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં હોસ્પિટલોમાં સારવાર દરમિયાન 24 નવજાત શિશુઓના કરૂણ મોત નિપજ્યા હતા.

હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટના અભાવે સગર્ભાઓ સોનોગ્રાફી બહાર કરાવે છે
નવસારી સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની ચકાસણી માટે સોનોગ્રાફી મશીનની સુવિધા છે. પરંતુ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટ ન હોવાના કારણે સોનોગ્રાફી મશીન ઘૂળ ખાઇ રહું છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતી સન્રર્ભા મહિલાએ સોનોગ્રાફી કરાવા બહાર વું પડે છે.

નવસારી જિલ્લાની સરકારી હોસ્પિટલોનો સરવે કરી સાધનો ફાળવાય એ જરૂરી
નવસારી જિલ્લામાં નવજાત શિશુઓની સારવારથી લઈ અકસ્માતમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલોમાં સારવાર મળી રહે એ માટે જિલ્લા સરકારી વિભાગ સર્વે કરી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સુવિધા મળી રહે એ માટે જરૂરી સાધનો ફાળવે એ જરૂરી બન્યું છે.

નવસારી સિવિલમાં વેન્ટિલેટરના અભાવે નવજાત શિશુઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયાં!

Share Your Views In Comments Below