નવસારી જિલ્લામાં છેલ્લા 9 મહિનામાં 177 શિશુના મૃત્યુ થયા છે. આ મૃત્યુ માટે અન્ય કેટલીક બાબતો સાથે 'કુપોષણ' પણ જવાબદાર છે.

નવસારી જિલ્લામાં 45 પીએચસી, 5 અર્બન હેલ્થ સેન્ટર, 12 સીએચસી, 1 સિવિલ હોસ્પિટલ અને અનેક પ્રસુતિ ખાનગી હોસ્પિટલો આવેલી છે. આ હોસ્પિટલોમાં બાળકોના જન્મ થાય છે. બાળકોના જન્મ બાદ તુરંત તો નવજાત શિશુની સંભાળ રાખવાની હોય છે, એક વર્ષ સુધીના 'બાળ શિશુ'ઓની પણ સંભાળ રાખવી પડે છે. જોકે એક યા બીજા કારણે જિલ્લામાં અનેક શિશુઓના (1 વર્ષ સુધીમાં) મૃત્યુ થઈ જાય છે.

સરકારી આંકડા સૂચવે છે કે એપ્રિલથી ડિસેમ્બર 2019ના છેલ્લા 9 જ મહિનામાં નવસારી જિલ્લામાં 177 શિશુ (ઈન્ફન્ટ ડેથ) થયા છે. આ મૃત્યુ હોસ્પિટલ-દવાખાનાની સાથે કેટલાક ઘરે પણ થયાનું જાણવા મળે છે. જોકે જિલ્લાના દરેક તાલુકામાં સ્થિતિ સરખી નથી. સૌથી વધુ આદિવાસી બહુસંખ્યક વાંસદા તાલુકામાં 57 મૃત્યુ થયા છે. અન્ય તાલુકામાં જોતા નવસારીમાં 36, જલાલપોરમાં 24, ગણદેવીમાં 18, ચીખલી 33 અને ખેરગામમાં 9 મૃત્યુ થયા હતા.

આ 177 શિશુના મૃત્યુ ઉપરાંત જિલ્લામાં 118 બાળકો તો મૃત જ જન્મ્યા હતા. જેમાં પણ સૌથી વધુ વાંસદા તાલુકામાં 37 અને નવસારી તાલુકામાં 28 હતા. આ ઉપરાંત જલાલપોરમાં 12, ગણદેવીમાં 27, ચીખલીમાં 10 અને ખેરગામમાં 4 બાળકો મૃત જન્મ્યા હતા.

શિશુના મૃત્યુ ઉપરાંત જન્મથી મૃત પામેલા બાળકોમાં અન્ય કારણોની સાથે કૂપોષણ પણ એક મહત્ત્વનું કારણ છે. જોકે કુપોષણનો દર ઓછો કરી, લોકોમાં જાગૃતિ લાવી અને સરકારી હોસ્પિટલો-દવાખાનાની સેવામાં સુધારો કરી આ મૃત્યુનો દર જરૂર ઓછો કરી શકાય એમ છે.

નવસારી સિવિલ હોસ્પિટલમાં જન્મેલા 535 બાળકો પૈકી 18ના મૃત્યુ, 59 રિફર કરાયા
9 મહિનામાં સિવિલમાં 535 બાળકોના જન્મ થયા હતા, તેમાંથી 18ના મૃત્યુ થયા હતા. અહીં જન્મેલા 59 બાળકોને અન્યત્ર રિફર કરવામાં આવ્યા હતા. સિવિલના મેટરનીટી, પિડીયાટ્રીક વિભાગમાં સ્ટાફની ખાસ ઘટ નથી અને સાધનો મહદઅંશે સારા છે. બાળકોને શ્વાસ લેવામાં તકલીફ હોય ત્યારે જરૂરી એવું 'સીપેપ' મશીન ન હોવાનું જાણવા મળે છે. વેન્ટીલેટર છે અન્યત્ર લઈ ગયાનું જાણવા મળે છે. સિવિલના આરએમઓ કે.એમ.શાહે જણાવ્યું કે, બાળકોના મૃત્યુનું એક કારણ કૂપોષણ પણ છે. જોકે આપણી સિવિલમાં સુવિધા ખૂબ જ સારી છે, સ્ટાફ પણ પૂરતો છે.

અનેક બાળકો અન્ય 'રિફર' કરાય છે
સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રોમાં બાળકોના જન્મ થાય છે. અનેકની સ્થિતિ ગંભીર જણાતા અન્ય હોસ્પિટલમાં 'રિફર' કરાય છે. રિફરનો દર 10 ટકા હોવાનો અંદાજ છે.

પોણા 3 વર્ષમાં 610 બાળશિશુના મૃત્યુ
જિલ્લામાં 9 મહિનામાં જ 177 બાળશિશુના મૃત્યુ થયા એવું નથી. 17-18માં 228 અને 18-19મા 205ના મૃત્યુ થયા હતા. પોણા ત્રણ વર્ષમાં 610 શિશુના જિલ્લામાં મૃત્યુ થયા હતા.

સરકારી કરતા ખાનગી હોસ્પિ.માં ઓછા મૃત્યુ
સરકારીની સાથે ખાનગી હોસ્પિટલમાં જન્મ લેતા બાળકોના મૃત્યુ થાય છે પરંતુ ખાનગીમાં મૃત્યુઆંક ઓછો છે. તબીબના જણાવ્યા મુજબ હજારે માંડ બે-ત્રણ મૃત્યુ થાય છે.

રાજ્યની સરખામણીએ જિલ્લાની સ્થિતિ સારી
શિશુ મૃત્યુ અને મૃતજન્મ થવાના ઘણાં કારણો છે. આપણા જિલ્લામાં મૃત્યુદર ઘટાડવા અમે સતત પ્રયત્નશીલ છે. જોકે રાજ્યનો દર 1 હજારે શિશુ મૃત્યુદર 30 છે ત્યાં નવસારીમાં 16નો જ છે જે ઓછો ગણી શકાય. - ડો. સુજીત પરમાર, ઈનચાર્જ સીડીએચઓ, નવસારી જિલ્લો

નવસારી જિલ્લામાં 9 મહિનામાં 177 શિશુના મૃત્યુ થયા

Share Your Views In Comments Below