આંતરરાજ્ય ડુપ્લીકેટ માર્કશીટના કૌભાંડમાં જલાલપોર ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખની સંડોવણી બહાર આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આણંદ પોલીસે ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની તેના ઘરે બોદાલીથી ઉંચકી લીધો છે અને તેને આણંદ પૂછતાછ માટે લઈ જવા રવાના થઈ ગયાની માહિતી સાંપડી છે. આ બાબતને લઈ જલાલપોર પોલીસે પણ પૃષ્ટિ કરી છે.

તાજેતરમાં આણંદમાં બાકરોલ સ્ક્વેરમાં ઇસ્કોન એજ્યુકેશન કન્સલ્ટન્ટમાં વિદ્યાનગર પોલીસે રેડ કરી હતી. જેમાં ધવલ પટેલ અને અમરીશ જયેશ પટેલની ધરપકડ કરી હતી. તેમની ઓફિસમાંથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્કેન કરેલી અને એડિટ કરાયેલી માર્કશીટ અને દસ્તાવેજો, એડિટ કરવાનું ફોટોશોપ સોફ્ટવેર પણ મળી આવ્યું હતું.

પોલીસ પૂછપરછ દરમિયાન ગુજરાત રાજ્યની સંસ્થાઓનાં મૌલિક નિલેશ ઉર્ફે ભીખા પટેલ (રહે. પેટલાદ) અને ગુજરાત બહારની માર્કશીટ નવસારીનાં હિરેન મૈસુરીયા (બોદાલી ગામ, તા. જલાલપોર) પાસે બનાવતા હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે જલાલપોરમાં આણંદની પોલીસે ધામો નાંખી તેના નિવાસસ્થાનેથી હિરેનને ઉંચકી ગઈ હતી.

બોદાલી ગામનો હિરેન મૈસુરીયા નવસારીમાં લોકોને વિદેશમાં મોકલવાનું કામ કરે છે. તે જલાલપોર ભાજપા યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે અને રાજકારણીઓ સાથે નિકટનાં સંબધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડમાં જલાલપોર ભાજપ યુવા મોરચાનાં ઉપપ્રમુખને પોલીસ ઊંચકી ગઈ

Share Your Views In Comments Below