કેન્દ્ર સરકારની નીતિરીતિના વિરોધમાં અનેક ટ્રેડ યુનિયનોએ આપેલી હડતાળના એલાન અન્વયે નવસારીમાં રાષ્ટ્રીયકૃત બેંકોના 250 જેટલા કર્મચારીઓ બુધવારે હડતાળ ઉપર જતા બેંકનું કામકાજ ખોરવાયું હતું.

કેન્દ્ર સરકારની ખાનગીકરણ, બેંકોના મર્જર, પગાર રિવિઝન, પેન્શન સ્કિમ સહિતની નીતિઓના વિરોધમાં અનેક ટ્રેડ યુનિયનોએ આજે 8મીએ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું. આ એલાનને ટેકો આપતા નવસારી પંથકની ઘણી રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા.

બેંકિંગ સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્ર બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા, ઓરિએન્ટલ બેંક, યુનિયન બેંક, યુકો બેંક, પંજાબ નેશનલ બેંક જેવી બેંકોના ઘણાં કર્મચારીઓ હડતાળમાં જોડાઈ ગયા હતા. બેંક ઓફ બરોડામાં પણ ઘણાં કર્મચારી હડતાળ ઉપર હતા. કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓના શટર ડાઉન જોવા મળ્યા તો કેટલીક ખુલી પરંતુ કામકાજ અસરગ્રસ્ત થયું હતું. અનેક બ્રાંચોમાં મોટાભાગના કર્મચારી હડતાળ ઉપર હતા તો કેટલાકમાં અંશત: કર્મચારી હડતાળ ઉપર હતા.

નવસારી પંથકમાં આવેલી 40 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં કાર્યરત 400માંથી 250થી વધુ કર્મચારી હડતાળમાં જોડાયાનું જાણ‌‌વા મળ્યું છે, જેને કારણે બેંક કામકાજ ખોરવાયું હતું. ચેક ક્લિયરિંગ, રોકડની લેવડદેવડ સહિત બેંકિંગ તમામ સેવા અસરગ્રસ્ત થઈ હતી.

બીજી તરફ સહકારી અને ખાનગી ક્ષેત્રની બેંકોની બ્રાંચોનું કામકાજ રાબેતા મુજબ જારી રહ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે 22મી ઓકટોબરે છેલ્લી બેંકિંગ સ્ટ્રાઈક હતી. અઢી મહિના બાદ આ પુન: સ્ટ્રાઈક પડી હતી.

આવકવેરાની કામગીરી ખોરવાઈ
હડતાળને લઈ નવસારીમાં આવકવેરા વિભાગની કામગીરી પણ ખોરવાઈ હતી. મળતી માહિતી મુજબ અહીંની કચેરીમાં કાર્યરત 80 ટકા કર્મચારી, અધિકારી હડતાળ ઉપર જતા આયકર ભવન સુમસામ ભાસતું હતું. જોકે 20 ટકા કર્મચારી ફરજ પર હોવાની માહિતી મળી હતી.

એલઆઈસીમાં ખાસ અસર નહીં
હડતાળના એલાનની અસર નવસારીમાં એલઆઈસીના કામકાજ ઉપર ખાસ થઈ ન હતી. અહીંની નવસારી પાલિકા પટાંગણમાં આવેલી મુખ્ય બ્રાંચમાં મહત્તમ કર્મચારી ફરજ ઉપર જોવા મળ્યા હતા. જેને લઈ રૂટિન કામગીરી રોજબરોજ જેવી જ થઈ હતી.

500થી વધુ એમઆર પણ હડતાળ પર
નવસારી જિલ્લામાં દવા કંપનીના 500થી વધુ સેલ્સ રિપ્રેઝન્ટેટીવ (એમઆર) પણ હડતાળમાં જોડાયા હતા. જેમાંના કેટલાક સવારે નવસારી સ્ટેશન વિસ્તારમાં ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા. આ ઉપરાંત લેબર વિભાગમાં એક આવેદન પણ આપ્યું હતું.

હડતાળ થઈ પરંતુ કાર્યક્રમો નહીં
નવસારીની રાષ્ટ્રીયકૃત બેંકોના 250 કર્મચારીઓ હડતાળ ઉપર ગયા હતા. જોકે નવસારીમાં ધરણાં, સૂત્રોચ્ચાર યા અન્ય કાર્યક્રમો બેંકિંગ કર્મચારીઓના ન થયા, સુરતમાં થયા હતા. - મુકેશ નાયક, ઉપપ્રમુખ, એઆઈબીએ યુનિયન, સુરત વિભાગ

નવસારીમાં 250થી વધુ રાષ્ટ્રીયકૃત બેંક, આવકવેરા કર્મચારીઓ અને મેડિકલ રિપ્રેઝન્ટટેટિવની હડતાળ

Share Your Views In Comments Below