નવસારીના ગ્રીડ નજીકના પી.જી.ગાર્ડનમાં આયોજિત રામકથામાં દાનનો ધોધ વહ્યો

નવસારીના ગ્રીડ નજીકના પી.જી. ગાર્ડન ખાતે ચાલતી રામકથામા આજે મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી. આ પ્રસંગે વ્યાસપીઠ પરથી યશોદાદીદીએ જણાવ્યુ કે રામાયણ આપણને સુરસતા પર ચાલવાનુ શીખવે છે. ભગવાનના સંત્સંગથી લોભ દૂર થાય છે.

વૈદેહી આશ્રમ શિવારીમાળ ડાંગ સ્થિત ભારતમાતા કન્યા છાત્રાલયના લાભાર્થે ચાલતી આ રામકથામાં આજે હાજર ભક્તોએ દાનની સરવાણી વહેવડાવી હતી. આ પ્રસંગે યશોદાદીદીએ જણાવ્યુ કે જગતને પાવનકારી ગંગા છે. પોતાના સ્વાર્થ માટે બધા વિચારે પરંતુ જે બીજાને માટે વિચારે તે ભગવાન છે. બીજાને કંઇક આપવુ એ આપણો દેશ શીખવે છે. દેશે આપણે કંઇક આપ્યુ તો આપણે પણ બીજાને આપતા શીખવાનુ તેમણે જણાવ્યુ હતુ.

આ પ્રસંગે કથાના મુખ્ય યજમાન રણજીત પટેલ તથા દૈનિક યજમાનના હસ્તે કથા પ્રારંભે પોથી પુજન તથા વ્યાસપીઠ પૂજા કરાય હતી. અશોક ધોરાજીયા, જીતુ પટેલ સહિત અગ્રણીઓની સાથે આસપાસની સોસાયટીની મહિલા આગેવાનો હાજર રહી હતી. દીદીએ જણાવ્યુ કે ભગવાન અને ભક્તોનો અનોખો નાતો હોય છે. સંત હમેશા નિર્મળ હોય છે.

આજરોજ કથામાં ઉપસ્થિત રહેલા કથાકાર ભરત વ્યાસે જણાવ્યુ કે ધર્મ અને દાનના અનેક પ્રકારો હોય છે. પરંતુ જરૂરીયાતમંદને તેના સમયે અપાયેલુ દાન શ્રેષ્ઠ ધર્મ છે. સેવા કાર્ય ક્યારેય પૈસાના વાંકે અટકતુ નથી. તેમણે યશોદાદીદીની સેવાને સરાહીને જણાવ્યુ કે રામાયણનો દરેક અક્ષર, માનવીનું કલ્યાણ કરે છે. તેમણે પુણ્યનુ મહાત્મ પણ જણાવ્યુ હતુ. તેમણે ડાંગની અનાથબાળાના અભ્યાસ માટે આ કથાનુ આયોજન ત્યારે ઉદારહાથે દાન આપવાની અપીલ કરી હતી.

Share Your Views In Comments Below