6 લાખ રૂપિયાના ચેક બાઉન્સ થવાના કેસમાં નવસારીની કોર્ટે સુરતના બિલ્ડરને 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

આ અંગેની વિગત જોતા નવસારીના શાંતદેવી રોડ વિસ્તારમાં રહેતા મેહુલ પ્રાણજીવન પટેલ રેતી સપ્લાય કરવાનું કામ કરતા હતા .તેઓ સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતા અને સિવિલ પ્લાન્ટ અને બિલ્ડીંગનું કામ કરતા બાલાજી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર યોગેશ તેજાનીને રેતી સપ્લાય કરતા હતા. મેહુલભાઈએ 2016-17માં 8 લાખનો રેતીનો જથ્થો યોગેશભાઈની વિવિધ સાઇટ ઉપર ઠાલવ્યો હતો.

આ રેતી પેટે 60 હજારની રકમ મેહુલભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાઈ હતી. બાકીના 7.40 લાખ પૈકી 6 લાખનો ચેક 28 ઓગસ્ટ 2017નો આપ્યો હતો. જે મેહુલભાઈએ આઈસીઆઈસીઆઈ બેંકમાં નાખતા ઇનશફિશિયન્ટ ફંડના શેર સાથે 31 ઓગસ્ટ 2017ના રોજ પરત થયો હતો.

ચેક પરત થતા મેહુલભાઈએ નોટીસ આપી પણ તે મુજબનો વ્યવહાર ન થતા નવસારીની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટમાં ફરિયાદી પક્ષે એડવોકેટ જી.આર.પટેલે દલીલ કરી હતી. કોર્ટમાં ગુનો પુરવાર થતા નવસારીની ચોથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટના ન્યાયાધીશ મેહુલ શાહે ચુકાદો આપ્યો હતો.

ચુકાદા અંતર્ગત આરોપી બાલાજી એન્ટરપ્રાઇઝના યોગેશ તેજાણીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 માં એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે.આ ઉપરાંત વળતર પેટે ચેકની રકમ 6 લાખ અને 10 હજાર ખર્ચ પેટે કેસ દાખલ થયા તારીખથી 6 ટકા સાદા વ્યાજ સહિતની રકમ ચૂકવવા હુકમ થયો છે.જો વળતર ચુકવવામાં કસૂર કરાય તો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે.

6 લાખ રૂપિયાના ચેક બાઉન્સ થવાના કેસમાં 1 વર્ષની સાદી કેદ

Share Your Views In Comments Below