નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ સાથે ભેદભાવપૂર્ણ નીતિ રાખવામાં આવતી હોવાનો આક્ષેપ વિપક્ષના સભ્યોએ કર્યો હતો. વિકાસના કામો માટે દરખાસ્ત કરવા છતાં પુન: દરખાસ્ત કરવાની ફરજ પડે એ બાબતે વિપક્ષે સભામાં પસ્તાળ પાડી હતી. જોકે શાસક દ્વારા વિપક્ષને યોગ્ય જવાબ નહીં અપાતા વિપક્ષના સભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ચા આપતી વેળાએ પણ બંને પક્ષના સભ્યો પૈકી ભાજપના સભ્યોને કાચના કપમાં તો કોંગ્રેસના સભ્યોને કાગળના કપમાં ચા અપાતા વિપક્ષે શાસકને ટોણો માર્યો હતો.

નવસારી જિલ્લા પંચાયત ખાતે ગુરૂવારે સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, ડીડીઓ ડો.વિપિન ગર્ગ અને નાયબ ડીડીઓની ઉપસ્થિતિમા યોજાઈ હતી. ગતસભામાં લીધેલ નિર્ણયોની અમલવારીની જાણ કરવા અને વિવિધ કમિટીઓની મળેલી મિટીંગને બહાલી આપી કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આદિવાસી અને કોંગ્રેસનાં ચૂંટાયેલા સભ્યોનાં વિસ્તારમાં કામ ખૂબ ઓછા થાય છે,તેમ કહીને સભ્ય મંજુલાબેને ભેદભાવ દૂર કરવા જણાવ્યું હતું. 6 તાલુકામાં 205થી વધુ કામ મંજૂર થયા પણ અમારા વિસ્તારમાં માત્ર 5 લાખનાં જ કામો થયા હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે પ્રમુખે જણાવ્યું કે જે તે કામો રજૂઆતનાં આધારે જ ગાઈડલાઈન મુજબ જ નિર્ણય લેવાય તમારા વિસ્તારમાં કામો ઓછા થાય તે બદલ અમને જવાબદાર ન ઠેરાવી શકો. વહીવટી સૂચનો ગાઇડલાઈન મુજબ નિર્ણયો લેવાય સભ્યને વહેંચવા માટે કોઈપણ જોગવાઈ નથી. સરપંચને 14માં નાણાપંચનાં કામો સિવાય અન્ય કોઈ કામો કરવાની જોગવાઈ નથી તે બાબતે આક્ષેપ કરતા જણાવ્યું કે જિલ્લામાં બધી જગ્યાએ સરપંચ કામ કરી શકે પરંતુ ચીખલીનાં આદિવાસી વિસ્તારોમાં કામો ન કરી શકે અને તાલુકા પ્રમુખ નોંધ કરે તેની નોંધ અને રજૂઆતને કોઈ પણ ધ્યાને લેતા ન હોય તે બાબતે જાહેરમાં શાસક પક્ષનો ઉધડો લીધો હતો. ખાસ કિસ્સામાં ખૂંધનાં સરપંચ દ્વારા વિકાસનાં કામો ભેદભાવ રાખી એકપણ કામો થયા ન હોવાનું પણ જણાવ્યું હતું.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પશુપાલન માટેનાં કાર્યક્રમોની ગ્રાન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરમાં કલરકામ કરાવવા, જિલ્લા પંચાયતના શાસકોનાં કામ કરવાની નીતિ બાબતે વિપક્ષ કોંગ્રેસના નેતા બારુકભાઈ ચવધરીએ આડે હાથ લીધા હતા. જોકે પ્રમુખ અમિતા પટેલે પણ કામો સરકારની નીતિનિયમો મુજબ થાય તે અંગે રંગકામનાં રીટેન્ડરીગ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

જિલ્લા પંચાયતનાં કર્મચારીઓ દ્વારા ચા આપવામાં આવી તેમાં ભાજપનાં સદસ્યોને કાચનાં કપમાં જ્યારે વિપક્ષી કોંગ્રેસનાં સદસ્યોને કાગળનાં કપમાં આપવામાં આવતા વિપક્ષી નેતા બરુક ચવધરીએ શાસકને ટોણો મારતા જણાવ્યું કેન્દ્ર વડાપ્રધાન ચા વાળાની સરકાર હોવા છતાં નવસારી કોગ્રેંસનાં સભ્યોને ચા આપવામાં પણ અન્યાય ? ભાજપનાં સભ્યોને કાચના કપ અને કોંગ્રેસનાં સભ્યોને કાગળનાં કપ ? તેમ કહી શાસકને ટોણો માર્યો હતો.

રાષ્ટ્રગાન બાકી રહેતા ડીડીઓને પુન: બોલાવાયા
ડીડીઓની પ્રથમ સભા હોય તેઓ સભા પૂર્ણ થયા બાદ તરત જતા રહેતા હતા પરંતુ રાષ્ટ્રગાન બાદ સભા પૂર્ણ થતી હોય તેમને ખબર ન હોય તેમને પરત બોલાવ્યા બાદ રાષ્ટ્રગાન શરુ કરાયુ હતું.

આદિવાસી વિસ્તારોમાં કામ ન કરે જેનાથી હળાહળ અન્યાય
નવસારી જિલ્લા પંચાયત વિસ્તારનાં આરોગ્યનાં પ્રશ્નો ઉડાવી દીધા. વર્ષ 2016 માં વાંસદા બેડ્માળ આકલાછનો રસ્તા મંજૂર થયા હતા અને એનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. 2018માં મુદત પૂરી થઈ છતાં કામ ન થયું આજે આ રસ્તો અકસ્માતને નોતરે છે, 4થી વધુ યુવાનોનાં મોત થયા છે. આયુષ્યમાન ભારત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં અને સબ સેન્ટરોમાં કલરકામ કરવામાં આવતું નથી. કોંગ્રેસનાં સભ્યો ચૂંટાયા હોય તેવા આદિવાસી વિસ્તારોમાં કામ ન કરે જેનાથી હળાહળ અન્યાય થાય છે. - બારૂકભાઈ ચવધરી, વિપક્ષી નેતા, નવસારી જિ.પં.

શાસક પક્ષને કાચના કપમાં તો વિપક્ષને કાગળના કપમાં ચા અપાતાં વિવાદ

Share Your Views In Comments Below