નવસારી શહેર સમગ્ર જિલ્લામાં મકરસંક્રાતિના તહેવારને ધ્યાને લઈ ઠેરે ઠેર પતંગ અને માંજાની દુકાનો ખુલી જવા પામી છે. કલેકટરનાં જાહેરનામાને લઈને પોલીસે દરેક તાલુકામાં ચાઈનીઝ દોરી અને કાચ અને કરોટી મિશ્રિત કરી દોરી માંજનારા સામે લાલ આંખ કરી છે અને જાહેરનામાનો ભંગ કરી પતંગના દોરા માંજવા માટે કાચ તેમજ કરોટી જેવા પદાર્થનો ઉપયોગ કરનારા 21 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રૂ.5 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મકરસંક્રાતિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નાનામોટા સૌ દ્વારા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. આ તહેવારે બાળકોથી લઈ મહિલાઓ તેમજ મોટાઓ પોતાના ટેરેસના ધાબા પર પતંગ ચગાવવામાં મશગુલ બની જતા હોય છે. પતંગ ચગાવવા માટે પાછલા કેટલાક વર્ષોથી ચાઈનીઝ દોરા ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમ છતાં ચાઈનીઝ દોરાનુ વેચાણ થતુ રહે છે. જયારે પતંગના દોરાને માંજવા માટે કેટલાક ઘાતક પદાર્થોનુ મિલાવટ કરી દોરાને માંજવામાં આવતો હોય જેના માટે પણ નવસારી જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

જેને લઈને 8મી જાન્યુઆરીએ આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પોલીસે નવસારી ટાઉન પોલીસ વિસ્તારમાં 4, ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં 1, જલાલપોરમાં 06, ચીખલીમાં 2, બીલીમોરામાં 2, વિજલપોરમાં 02, ગણદેવીમાં 04 મળી કુલ 21 લોકો સામે કલેકટરનાં જાહેરનામનાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે માંજો પાવા માટે વપરાતું કાચ, કરોટી મિશ્રણ, ચાઇનીઝ દોરીની ફિરકી મળી કુલ રૂ.5 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં તપાસ હાથ ધરાશે
આગામી મકરસંક્રાંતિનાં તહેવારને લઈ પશુપંખીઓને આ દોરા વડે નુકસાન ન થાય અને વાહનચાલકોને પણ અકસ્માત ન  થાય તે માટે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેને 8મીથી 13 જાન્યુઆરી સુધી જિલ્લામાં તપાસ હાથ ધરાશે અને કાયદાકીય પગલાં લેવાશે. - વી.એન.પલાસ, પીઆઈ, નવસારી એલસીબી

ચાઈનીઝ - કાચ મિશ્રિત દોરા વેચનારા અને ઉત્પાદન કરનારા 21 સામે તવાઈ

Share Your Views In Comments Below