આંતરરાજ્ય બોગસ માર્કશીટ કૌભાડમાં જલાલપોર યુવા ભાજપના ઉપપ્રમુખની અટકે નવસારી જિલ્લામાં ભાજપને નીંચાજોણુ કર્યું છે. જોકે આ કેસમાં હિરેન મૈસુરીયા હિમશીલાની ટોચ સમાન હોવાનુ અને તેના આ કૌભાડમાં જો પોલીસ ઊંડી ઉતરે તો હિરેન મૈસુરીયા પાસે આવી માર્કશીટ નવસારીના મહત્તમ ટ્રાવેલ્લ એજન્ટો જ તૈયાર કરાવતા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. જોકે ભાજપનો ઉપપ્રમુખ હોય હવે મોટા માથાઓ તેને બચાવવા કામે લાગી ગયાનુ પણ જલાલપોરમાં ચર્ચાય રહ્યુ છે.

નવસારીમાં આ બાબતે ઘણા લાંબા સમયથી ચર્ચા છતા નવસારી પોલીસની ઊંઘ ઉડતી ન હતી કે પોલીસ કોઇ કાર્યવાહી ન કરવા માંગતી હતી તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે હવે હિરેન મૈસુરીયા તેના આકાઓના નામો આણંદ પોલીસને આપશે કે પછી આખો કેસ જ દબાવી દેવાશે તેના પર જલાલપોરના રહીશોમાં ચર્ચા ચાલી રહી છે.

આણંદ બાકરોલ સ્કેવરમાં ઇસ્કોન એજ્યુકેશન કન્સલ્ટન્ટમાં વિદ્યાનગર પોલીસ રેઇડ કરી હતી. જેમાં ધવલ પટેલ અને અમરીશ જયેશ પટેલની બોગસ માર્કશીટ તૈયાર કરવાના કેસમાં અટક કરાય હતી. પોલીસે તેની ઓકિસમાંથી વિવિધ શૈક્ષણિક સંસ્થાની બોગસ માર્કશીટો, દસ્તાવેજો, ફોટોશોપ સોફ્ટવેર સહિત વિવિધ વસ્તુઓ મળી આવી હતી. પોલીસની પુછપરછમાં આ કૌભાંડમાં રાજ્યની સંસ્થાઓમાં મૌલિક નિલેશ (પેટલાદ) તો ગુજરાત બહારની શાળા-કોલેજોની બોગસ માર્કશીટમાં જલાલપોર યુવા ભાજપ ઉપપ્રમુખ હિરેન મૈસુરીયાનુ નામ ખુલતા પોલીસે તેને જલાલપોર થી ઉચકી ગઇ હતી. હિરેન વિદેશમાં માણસો મોક્લવાનુ પણ કામ કરતો હોવાનુ સામે આવ્યું છે.

જલાલપોર યુવા ભાજપનો ઉપપ્રમુખ હોય તેણે નવસારીના રાજકારણીઓ સાથેના ફોટા તેની સોશ્યલ સાઇટ પર પણ મુક્યા હતા. જેમા નવસારીના સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય જલાલપોર આર.સી.પટેલ, સહિત આગેવાનોના ફોટા મુકાયા હતા. હિરેન પાસે ટ્રાવેલ્સ એજન્ટો બોગસ માર્કશીટ મેળવી જે તે ગરજવાનોને આપી વિદેશ મોક્લતા હતા. ખાસ કરીને આરબ દેશોમાં આવી બોગસ માર્કશીટનો આધાર લઇ નોકરી મેળવી લીધી હોવાનું પણ ચર્ચાય રહ્યુ છે.

કહે છે કે એક માર્કશીટ માટે રૂ.૮૫ હજારથી રૂ.૧ લાખનો ચાર્જ કરાતો હતો. આ કામ પાછલા ઘણા વર્ષોથી થતુ હોય કેટલાય ગરજવાનોએ તેનો લાભ લીધાનુ ચર્ચાય રહ્યુ છે. ત્યાર હવે જો આણંદ પોલીસ કડક હાથે કામગીરી કરે તો જ મોટા માથાના કાળા કૌભાડો સામે આવશે.

આગામી ૧૪ તારીખ બાદ ભાજપ સંગઠનનું નવું માળખું તૈયાર થશેઃ નરેશ પટેલ
હિરેન મૈસુરીયાની આણંદ પોલીસે અટક કરતા જિલ્લા ભાજપે પણ નીચાજોણુ થયુ છે આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલને તેની સામે કોઇ કાર્યવાહી થઇ કે કેમ તેમ પુછતા જણાવ્યુ કે આગામી 14મી જાન્યુ. બાદ નવુ સંગઠનનુ માળખુ તૈયાર થશે. જેમાં તેને સ્થાન ન અપાય તેની કાળજી લેવાશે.

જલાલપોર યુવા ભાજપ ઉપપ્રમુખ હિરેન મૈસુરિયાની બોગસ માર્કશીટનો આરબ દેશોમાં ઉપયોગ થતો હતો!

Share Your Views In Comments Below