નવસારીમાં આવેલી ખાનગી ઓફિસમાં કામ કરતી યુવતીને મળવા યુવાન ધસી જઈ તેની સાથે બેહૂદુ વર્તન કરતા ઓફિસમાં ચકચાર મચી ગઈ હતી. યુવતીએ બેહુદૂ વર્તન કરનાર યુવાન સામે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના દરમિયાન ઓફિસમાં હાજર અધિકારીએ પણ યુવાન સામે ટાઉન પોલીસ મથકમાં બીજી ફરિયાદ આપતા પોલીસે બંને ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

નવસારીમાં રહેતી હિતાબેન (નામ બદલ્યું છે)એ ટાઉન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને ઓળખતા વિશાલ સાથે સંબંધ હતા. તેના પિતાને સંબંધ પસંદ ન હોવાના કારણે સંબંધ તોડી નાખ્યા હતા. છતાં વિશાલ તેણી સાથે વાત કરવા તેમજ અવારનવાર મળવાની કોશિશ કરતો હતો.

તેણી જ્યાં કામ કરતી એ ખાનગી ઓફીસમાં મળવા આવ્યો હતો. જ્યાં તેણી સાથે બેહુદુ વર્તન કર્યું હોય આ બાબતે નવસારી ટાઉન પોલીસ મથકે તેણીએ ફરિયાદ આપતા વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.ચાવડા કરી રહ્યા છે.

બીજી ફરિયાદ પણ નોંધાઈ
યુવતી સાથે કામ કરતા અધિકારી મૈથીલેશે પોલીસે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 13 ડિસેમ્બરે વિશાલ ઓફિસમાં આવીને યુવતી સાથે વાતચીત કરવા જણાવતા ના પાડી હતી. જેથી મૈથીલેશે તમે બહાર જઈને વાત કરો કહેતા વિશાલે યુવતીનો મોબાઈલ લઈ લીધો. મોબાઈલ માંગતા ન આપી બેહુદુ વર્તન કરી બદનામ કરવાની કોશિશ કરી હતી.

સોમવારે બીજા કેસમાં અટક કરાશે
પ્રેમમાં પડેલો યુવાન યુવતીની ઓફિસમાં વાતચીત કરવા માટે ગયો હશે અને તેણીએ ના પાડી હશે એટલે યુવાને બેહુદુ વર્તન કરતા ભોગ બનનારે એક માસ બાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી છે. આ યુવાન સામે બે ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક ફરિયાદમાં કોર્ટે તેને કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. જયારે બીજા કેસમાં યુવાનની સોમવારે અટક કરવામાં આવશે. - એફ.એસ.ગૌસ્વામી, પીએસઆઈ, નવસારી ટાઉન

ઓફિસમાં યુવાને ધસી જઈ યુવતી સાથે બેહૂદૂ વર્તન કરતા પોલીસમાં ફરિયાદ

Share Your Views In Comments Below