વિજલપોર ખાતે બે યુવાનો તમંચો વેચવા આવનાર છે એવી બાતમી એસઓજીને મળી હતી. પોલીસે નવસારી રેલવે સ્ટેશન પાસેથી પસાર થતા બે યુવાનોની તપાસ કરતા તેમની પાસેથી એક તમંચો અને ચાર જીવતા કાર્ટીસ મળી આવતા તેમની અટક કરી હતી, જ્યારે 1ને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નવસારી જિલ્લા પોલીસવડા દ્વારા એસઓજીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગેરકાયદેસર રીતે હથિયાર વેચાણ કરવા આવનાર લોકો સામે તપાસ કરવા જણાવ્યું હતું. એસઓજીનાં પોકો કલ્પેશ મોહન વૈરાગી અને મોહ.ફેઝલ મકબુલ હુસેન, અપોકો નીલેશ રતિલાલ નવસારી રેલવે સ્ટેશન પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

દરમિયાન તેમને બાતમી મળી હતી કે વિજલપોરમાં બે યુવાનો તમંચો વેચવા માટે અહીંથી પસાર થનાર છે. એ દરમિયાન બાતમીવાળા યુવાનો આવતા તેમને ઉભા રાખી તપાસ કરતા તેમની પાસેથી 1 તમંચો, 4 જીવતા કાર્ટીઝ કિંમત રૂ. 5300 અને બે મોબાઈલ મળી કુલ રૂ. 15650નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે બંને યુવાનોની પૂછપરછ કરતા તેમણે રામજનમ રાજભર (રહે.ઉલાહસ નગર, મુંબઈ, મૂળ યુપી) અને વીરબહાદુર ભારદ્વાજ (રહે. ઉલ્લાસનગર, મુંબઈ, યુપી)જણાવ્યા હતા. પોલીસે તેમની અટક કરી વધુ પૂછપરછ કરતા આ તમંચો મુંબઈ અને મૂળ યુપીના કુંદન નામના યુવાને વિજલપોર ખાતે વેચવા માટે મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે કુંદનને વોન્ટેડ જાહેર કરી વધુ વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે.

આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે
નવસારીમાં તમંચો વેચવા આવનાર બંને આરોપી રામજનમ રાજભર અને વીરબહાદુર ભારદ્વાજને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ કોને તમંચો વેચવા આવ્યા હતા ? અગાઉ પણ આવ્યા હતા કે કેમ ? તે અંગે પૂછપરછ કરાશે. - એસ.એફ ગૌસ્વામી, પીએસઆઈ, નવસારી ટાઉન

આરોપી રામજનમ લૂંટ અને છેતરપિંડીનો આરોપી
આરોપી રામજનમ રાજભર વર્ષ 2013માં વાપી ખાતે આવેલી જીઆઈડીસીમાં ટ્રકનાં ડ્રાઈવર સાથે મળી કોપરની લૂંટ અને છેતરપિંડી કરી હતી. પોલીસે જે તે તેની અટક કરી હતી વિજલપોરમાં તમંચો વેચવા આવ્યો હતો અને પોલીસનાં હાથે ઝડપાઈ ગયો હતો.

નવસારી રેલવે સ્ટેશન પાસે તમંચો વેચવા આવનાર બે ઝડપાયા, 1 વોન્ટેડ

Share Your Views In Comments Below