વડોદરાના અંકોડીયા પાસેની કેનાલમાંથી અજાણ્યા 40 વર્ષીય યુવાનનો મૃતદેહ 3જી જાન્યુઆરીએ મળી આવતા પોલીસે તેની ઓળખ માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો. એ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી નવસારીના યુવાનનો આધારકાર્ડ સહિતો ફોટો અને સરનામુ મળી આવ્યું હતું. જોકે પોલીસે તેની તપાસ કરતા આ મૃતક યુવાન અંગે અલગ જ માહિતી સાંપડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મૃતક યુવાન આધારકાર્ડમાં નામ ધરાવનાર વ્યક્તિ ન હતો. વડોદરા પોલીસે જ્યારે નવસારી પોલીસનો સંપર્ક કર્યો ત્યારે તેના પાડોશીએ 'વો તો યહીં ઘર પે બેઠા હે'નો જવાબ સાંભળ્યો હતો. જેથી આ મૃતક યુવાન આધારકાર્ડ ધારક ન હોવાનું તપાસમાં બહાર આવતા વડોદરા પોલીસે શનિવારે મૃતદેહનો નિકાલ કર્યો હતો.

વડોદરાના અંકોડીયા પાસેની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો ત્યારે તેના ખિસ્સામાંથી આધારકાર્ડ અને ફોટો સરનામુ મળી આવ્યું હતું. વડોદરા પોલીસે આધારકાર્ડમાં જોતા મૃતક યુવાન બજરંગી સપ્તાહ સહાય હોવાનું અને તે હરિમોહનની ચાલ, રૂસ્તમવાડી, નવસારી ખાતે રહેતો હોવાનું જણાયું હતું.

વડોદરા પોલીસે જ્યારે નવસારી પોલીસનો સંપર્ક કરી તે અંગે ખરાઈ કરવા અનુરોધ કર્યો તો નવસારી પોલીસે બજરંગીના મકાનમાલિક ગુરૂજીનો સંપર્ક કર્યો હતો અને તેમને આ ઘટના અંગે જાણ કરી હતી. ગુરૂજીએ બજરંગીના મિત્ર વિજય રાધેશ્યામ રાજવરને ફોન કર્યો અને પોલીસ સંપર્ક કરવા તાકિદ કરી હતી. વિજયને નવસારી પોલીસે જણાવ્યું હતું કે બજરંગીના મૃત્યુ અંગે જાણ કરી તેની પેન્ટમાંથી આધારકાર્ડ મળ્યો હતો અને તેના ઉપરથી તેની ઓળખ થઈ હોવાનું જણાવ્યું હતું.

એ સાંભળી વિજય ચોંકી ઉઠ્યો હતો અને બોલ્યો કે 'વો તો યહી ઘર પે બેઠા હૈ'આ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને મૂંઝવણમાં હતી. જેના ખિસ્સામાંથી આધારકાર્ડ મળ્યો તે મૃતક વ્યક્તિ કોણ હતો તે અંગે સવાલ ઉભો થયો હતો. પોલીસે બજરંગીને બોલાવીને તેના આધારકાર્ડ અંગે વાત કરી તો બજરંગીએ પોલીસને જણાવ્યું હતું કે તે પોતે 26મી ડિસેમ્બરના રોજ વતન લખનૌના સીતાપુરના બૈશ્ય ખાતે ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે 29મી ડિસેમ્બરે લખનૌ-બાંદ્રા એક્સપ્રેસમાં તેનું પર્સ ચોરાઈ ગયું હતું. જેના ઉપરથી પોલીસે મરનાર અન્ય કોઈ હોવાનું વડોદરા પોલીસને જાણ કરી હતી.

વડોદરામાં અજાણ્યા મૃતક પાસે આધારકાર્ડ મળ્યું પરંતુ તે યુવાન નવસારીમાં જીવિત મળ્યો

Share Your Views In Comments Below