ગુજરાત સરકાર તમામ શહેર સેફ અને સિક્યોર રહે તે માટે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જેમાં નવસારીમાં પણ અમદાવાદ શહેરની સાથે 11મી જાન્યુઆરીથી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા કાર્યરત થયા છે. આ કેમેરા થકી ટ્રાફિકનાં નિયમ ભંગ, ગુના અટકે અને જે તે સમયે પોલીસ મદદ પણ કરી શકે તે માટે પોલીસકર્મીઓ ત્રણ શિફ્ટમાં કામ કરશે. હવે નવસારીમાં ટ્રાફિક નિયમનો ભંગ કરશો તો તમારા ઘરે પોલીસ દ્વારા ઈ-મેમો મોકલવામાં આવશે.

નવસારીમાં ગુજરાત સરકારનાં સેફ અને સિક્યોર ગુજરાત હેઠળ 25 જંકશનો ઉપર 102 કેમેરા મુકવામાં આવ્યા છે. આ કેમેરા થકી પોલીસ ટ્રાફિક ભંગના ગુના, ચીલઝડપ, છેડતી, લૂંટ જેવા ગુના રોકવા સહિત ઘણીરીતે પોલીસને ઉપયોગી થઈ શકે એમ છે. આ વિશ્વાસ પ્રોજેક્ટનું ઉદઘાટન ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે 11મી જાન્યુઆરીએ અમદાવાદ અને નવસારીમાં પ્રોજેક્ટની શરૂઆત થતા સીસીટીવી કેમેરા શરુ થઇ જશે.

શહેરીજનોએ ટ્રાફિકનાં નિયમોનું કડક પાલન કરવું પડશે અને જો નિયમોનું પાલન નહી કરાય તો વાહનોની નંબરપ્લેટ પરથી તમારા ઘરે ઈ-મેમો રજી.એડી, કુરિયર દ્વારા આવી શકે એમ છે. પોલીસ વિભાગ દ્વારા નવા સાઈન બોર્ડ રાહદારીઓ માટે રસ્તા ઉપર ચાલી શકે તે માટે ઝેબ્રા ક્રોસિંગ, પાર્કિંગ માટે જાહેરનામું બહાર પડી ગયું છે.

કબીલપોરની ચીલઝડપનો ગુનો ઉકેલાયો હતો
કબીલપોર ખાતે થયેલી 5 લાખની ચીલઝડપમાં વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરામાં ગુનેગાર બાઈક પર બેઠા હોય તેમનો ચહેરો સ્પષ્ટ આવ્યો હોય ગુના ઉકેલવા મહત્ત્વની કડી સાબિત થઈ હતી.

આ નિયમોનો ભંગ કરતા મેમો મળશે
વાહનચાલક રોંગ સાઈડ ઉપર વાહન ચલાવતા હોય, નંબર પ્લેટ ન હોય, જાહેરમાં વાહનો ઉભા રાખ્યા હોય, અકસ્માત કરીને ભાગી છુટ્યા હોય, કાર ઉપર કાળા રંગની ફિલ્મ લગાવી હોય તેવા ટ્રાફિકના નિયમ ભંગ બદલ દોષિતને સીસીટીવીમાં કેપ્ચર કરીને દોષિતોને ઈ-મેમો આપવાની કામગીરી થશે. તેમના ઘરે ઇ-મેઈલ અને પત્ર મોકલી દંડ કે અન્ય કાર્યવાહી કરવામાં આવશે. આ માટે ઓનલાઈન દંડ ભરવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

આ 25 લોકેશન પર કેમેરા મૂકાયા
કાલીયાવાડી ચાર રસ્તા, સૂર્યમ બંગલો જંકશન, રેલવે સ્ટેશન સર્કલ (પૂર્વ), ગોલવાડ ચોકી, લુન્સીકૂઈ લાયન્સ સર્કલ, પ્રજાપતિ આશ્રમ ચાર રસ્તા, તીઘરા ત્રણ રસ્તા, વિરાવળ નાકા પોઈન્ટ, ટેકનિકલ સ્કૂલ નજીક, એસટી ડેપો, સર્કિટ હાઉસ સર્કલ, ફુવારા, નવસારી પાલિકા સામે, શહીદ ચોક ત્રણ રસ્તા, જુનાથાણા ઈન્દિરા પ્રતિમા, ટાવર ટ્રાફિક પોઈન્ટ, સિંધી કેમ્પ ત્રણ રસ્તા, આશાનગર સર્કલ, સાંઢકૂવા ચોકી નજીક, મગન કાસુન્દ્રા ચોક, વિવેકાનંદ સર્કલ, ચાંદની ચોક, સયાજી લાયબ્રેરી, સુશ્રૃષા હોસ્પિટલ ત્રણ રસ્તા વિજલપોર.

CCTV શરૂ, મેમો માટે એપ બનાવવાની બાકી
હાલમાં 100 કેમેરા શરૂ થઈ ગયા છે. નવસારી ડીએસપી કચેરીમાં આવેલા કન્ટ્રોલ રૂમમાં મોનિટરિંગ કરાશે. જેમાં 7 પોલીસકર્મી આ કેમેરા ઉપર બાજ નજર રાખશે. ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકોને તેમના ઘરે પોસ્ટ દ્વારા ઈ મેમો મોકલવામાં આવશે. આ સીસીટીવીથી ગુના ઉપર અંકુશ રાખવામાં આવશે. ઈ-મેમો ભરવા માટે એક એપ બનાવાઈ રહી છે જે બન્યેથી ટ્રાફિક ભંગ બદલ ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકાશે. - ડો. ગિરીશ પંડ્યા, પોલીસવડા, નવસારી જિલ્લા

નવસારીમાં ટ્રાફિક નિયમનના ભંગ બદલ આગામી સપ્તાહથી ઈ મેમો ઘરબેઠા આવશે

Share Your Views In Comments Below