નવસારીમાં રૂ. ૨ કરોડના ખર્ચે શાકભાજી માર્કેટ પાસેનું તળાવનું કામ પુર્ણતાને આરે છે. ત્યારે દુધિયા તળાવ અને સરબતીયા તળાવ બાદ ત્રીજુ તળાવ ર મહિના બાદ નવસારીની પ્રજાને અર્પણ કરાશે.

નવસારી નગરપાલિકાએ નવસારીમાં દુધિયા તળાવ અને સરબતીયા તળાવનું બ્યુટીફિકેશન કરી નવસારીની પ્રજા માટે વોક-વે અને ક્સરતનાં સાધનો મૂકી તળાવનું બ્યુટીફિકેશન કર્યું હતું. ત્યારે નવસારીમાં શાકભાજી માર્કેટ પાસેના તળાવનું કામ પૂર્ણતાને આરે છે. શાકભાજી માર્કેટ પાસેનું તળાવ રૂ. ૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

જે તળાવની ફરતે અન્ય તળાવની જેમ વોક-વે બનાવવામાં આવશે. તેમજ વનીકરણ પણ કરવામાં આવશે. જો કે, હાલ આ તળાવનું કામ ખોરંભે પડ્યું છે. તળાવની આજુબાજુ વોક-વે તેમજ ગ્રીલ લગાવી દીધી છે. જો કે, તળાવની અંદર પાણી હોવાથી અંદરનું કામ પૂર્ણ થયું નથી. દુધિયા તળાવમાં પાણી ઓછું થયા બાદ માર્કેટ પાસેના તળાવનું પાણી દુધિયા તળાવમાં ઠાલવવામાં આવશે. તે પાણી કાઢવા માટે પાલિકા પહેલાં એક બાજુની દીવાલ બનાવશે અને તળાવની અંદર કામ કરશે.

આ તળાવનું કામ પૂર્ણ થયા બાદ પાણી ઠાલવવામાં આવશે. અને પાણી પીવા માટે પણ ઉપયોગમાં લેવાશે. આ તળાવની ફરતે શાકભાજી માર્કેટ હોવાથી ગંદકી પણ વધુ હોય છે. ત્યારે પાલિકા તળાવને સાચવવા માટે આજુબાજુ ચોખ્ખાઇ માટેની કામગીરી કરશે.

તળાવની આજુબાજુનું દબાણ દૂર કરાશે : સીઓ.
નવસારી નગરપાલિકાના સી.ઓ. દશરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, નવસારી શાકભાજી માર્કેટ પાસેનું તળાવનું બ્યુટીફીકેશન આગામી ૨ મહિનામાં પૂરું થઇ જશે. અને લોકોના ઉપયોગ માટે ખૂલ્લું પણ મુકાશે. તેમજ આ તળાવનું પાણી પીવા માટે પણ ઉપયોગમાં લેવાશે. તળાવની આજુબાજુ થતી ગંદકી વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તળાવનું કામ પૂર્ણ થયા બાદ તળાવની આજુબાજનું દબાણ દૂર કરવામાં આવશે. સાથે જ ચોખ્ખાઇ રાખવા માટે જરૂરી કામો પણ કરીશું.

નવસારી પાલિકા પીવાનાં ર તળાવ બનાવ્યા બાદ શું લોકોને પાણી પૂરું પાડશે?
નવસારીમાં પહેલા દુધિયા તળાવના મારફતે નવસારી શહેરમાં પાણી પૂરું પાડી રહી હતી. ઉનાળામાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની બૂમો પડી રહી હતી. સાથે જ કેટલાક લોકો વેચાતું પાણી લઇ અથવા ટેન્કર દ્વારા પાણી મંગાવી જરૂરિયાત પૂરી કરી રહ્યા હતા. ત્યારે હાલ કરોડોના ખર્ચે બીજું એક તળાવ બનવા જઇ રહ્યું છે. ત્યારે શું પાલિકા શહેરના લોકોને પાણી પૂરું પાડશે તેવા સવાલ લોકોમાં ઊઠી રહ્યા છે.

નવસારીમાં પાણીની સમસ્યા હલ કરવા માટે માસ્ટર પ્લાન, વધુ વિગતે જાણો

Share Your Views In Comments Below